ટેબલ ટેનિસમાં, તાશ્કંતમાં રમાઇ રહેલી 29મી એશિયન યુથ ચેમ્પિયનશિપ્સમાં ભારતનાં દિવ્યાંશી ભૌમિકે 15 વર્ષથી નીચેનાં વયની મહિલા સિંગલ્સ સ્પર્ધાની ફાઇનલમાં ચીનનાં ઝ્હૂ કિહીને 4-2થી વિજય મેળવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. આ સાથે દિવ્યાંશીએ વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે. સ્પર્ધામાં ભારતને એક સુવર્ણ, એક ચંદ્રક અને બે કાંસ્યચંદ્રક મળ્યા છે.
Site Admin | જુલાઇ 1, 2025 7:46 પી એમ(PM)
29મી એશિયન યુથ ચેમ્પિયનશિપ્સમાં ભારતનાં દિવ્યાંશી ભૌમિકે સુવર્ણ ચંદ્રક જીત્યો
