સપ્ટેમ્બર 5, 2025 8:28 એ એમ (AM)

printer

27મો સરસ આજીવિકા મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ- 400 થી વધુ ગ્રામીણ ઉદ્યોગ સાહસી મહિલાઓ ભાગ લેશે27મો સરસ આજીવિકા મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ- 400 થી વધુ ગ્રામીણ ઉદ્યોગ સાહસી મહિલાઓ ભાગ લેશે

27મો સરસ આજીવિકા મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. આ મેળામાં 400 થી વધુ ગ્રામીણ મહિલાઓ ભાગ લેશે. આ વખતની થીમ છે નવી લખપતિ દીદીઓ બનાવવી હેઠળ ગ્રામીણ મહિલાઓને સફળ ઉદ્યોગસાહસિક અને વોકલ ફોર લોકલના ચેમ્પિયન બનવા માટે સશક્ત બનાવવી એજ મુખ્ય ઉદેશ્ય છે.આ મેળામાં ગ્રામીણ ઉદ્યોગ સાહસિક મહિલાઓ તેમના ઉત્પાદનો વેચવા માટે સુચારું માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડશે.આ લખપતિ દીદીઓના નેતૃત્વ હેઠળનો આ પહેલો મેળો હશે, જેમાં તેમની હસ્તકલા, હાથવણાટ અને ખાદ્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. આ મેળો આ મહિનાની 22મી તારીખ સુધી ચાલુ રહેશે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્વાતિ શર્માએ જણાવ્યું હતું કે સરસ મેળો મૂળ સાથે ફરીથી જોડાવાનું માધ્યમ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ લગભગ 10 કરોડ મહિલાઓ 90 લાખ સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી છે.