નવેમ્બર 26, 2025 1:55 પી એમ(PM)

printer

26 નવેમ્બર 2008માં મુંબઈ આતંકી હુમલામાં જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી

વર્ષ 2008ની 26 મી નવેમ્બરે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. તેની યાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્ર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. તેમણે દરેક નાગરિકને તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા અને મજબૂત અને વધુ સમૃદ્ધ ભારત બનાવવાના સંકલ્પ સાથે પ્રગતિના માર્ગ પર સાથે મળીને આગળ વધવા અપીલ કરી.
આ હુમલાનો સામનો કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ ફક્ત એક દેશ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે અભિશાપ છે. તેમણે ઉમેર્યું કે આતંકવાદ સામે સરકારની શૂન્ય-સહિષ્ણુતા નીતિ સ્પષ્ટ છે.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં, અટલ સંકલ્પ સાથે આતંકવાદનો સામનો કરનાર પોલીસ અને સુરક્ષા દળોની અસાધારણ હિંમતને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું હતું કે દળોનું બલિદાન દેશની તમામ સ્વરૂપોના આતંકવાદ સામેની લડાઈને મજબૂત બનાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.