25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે. આ ટીમ રાજ્યનાં અધિકારીઓ સાથે મળીને નુકસાનીનો સર્વે કરશે.
તેમણે જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ ૧ હજાર ૧૨૦ ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 14 જિલ્લામાં એક લાખ 69 હજાર લોકોને અત્યાર સુધી 8 કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. ઘરવખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં ૫0 હજારથી વધુ પરિવારોને 20 કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવાઈ છે.
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે કુલ બે હજાર ૬૧૮ મૃત પશુઓના માલિકોને કુલ એક કરોડ 78 લાખની સહાય આપવામાં આવી છે.
હવાઇ દળ અને તટરક્ષક દળની મદદથી 37 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શ્રી પાંડેએ જણાવ્યું કે, ભારે વરસાદથી બિસ્માર બનેલા રોડનું રીપેરીંગ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 2 હજાર 223 કિલોમીટરનાં માર્ગનું રિપિરીંગ કરવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 3:05 પી એમ(PM)
25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે
