કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું, 25 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આગામી 25 ડિસેમ્બર સુધી ચાલશે. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય્ શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદમાં આ અભિયાન અંગે માહિતી આપતા શ્રી પાટીલે કહ્યું, અભિયાન દરમિયાન ઘરેઘરે સ્વદેશીનો સંદેશ પહોંચાડાશે.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRS-માં સ્વદેશીને અગ્રતા આપીને લોકો જોડાય તેવી અપીલ પણ શ્રી પટેલે કરી.