રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની ગઈ કાલે છેલ્લી તારીખ હતી. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, કુલ 310 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 70 ગામોમાં પેટા ચૂંટણી મળી કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.ગઈ કાલે જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારો, તેમના ટેકેદારો અને ગ્રામજનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પાટણ તાલુકામાં કમલીવાડા ગ્રામ પંચાયતે સતત છઠ્ઠી વખત સમરસ ગ્રામ પંચાયત બનવાની પરંપરા જાળવી રાખી છે. બાદિપુર અને ભદ્રાડા ગ્રામ પંચાયતના સરપંચ અને પંચાયત પણ સમરસ બન્યા છે.જામનગર જિલ્લાનાં અમારા પ્રતિનિધી જગત રાવલ જણાવે છે કે, 266 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૭૩૭ અને સભ્યપદ માટે ૩ હજાર ૨૮૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે અને આવતી કાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 22 જૂને મતદાન અને 25 જૂને પરિણામ જાહેર થશે.બનાસકાંઠા જિલ્લાનાં અમારા પ્રતિનિધી સવજી ચૌધરી જણાવે છે કે, ગઈ કાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જીલ્લાના તમામ તાલુકા મથકની કચેરીઓમાં ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Site Admin | જૂન 10, 2025 9:42 એ એમ (AM)
22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનાં ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે
