ગુજરાત રાજ્ય સૌથી વધુ 22 લાખ હૅક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજે કુલ ઉત્પાદનમાં 50 ટકા ફાળા સાથે સમગ્ર દેશમાં પહેલા ક્રમે છે. આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે મગફળીના ઉત્પાદનમાં ગુજરાત આ વર્ષે ઇતિહાસ રચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ આ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન વિક્રમજનક 66 લાખ મૅટ્રિક ટન થવાનો અંદાજ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, આ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકાનો વધારો નોંધાયો છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 7:25 પી એમ(PM)
22 લાખ હૅક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
