ડિસેમ્બર 17, 2025 7:02 પી એમ(PM)

printer

22 ડિસેમ્બરથી ખેડૂતો તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી શકશે-મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકાર આગામી સમયમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, તુવેરના વેચાણ માટે ખેડૂતો 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી-2026 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરી શકશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું.