ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 19, 2025 10:39 એ એમ (AM)

printer

21 જૂને યોજાનાર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓનાં ભાગ રૂપે અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો

21 જૂને યોજાનાર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓનાં ભાગ રૂપે ગઇકાલે અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમેરિકાનાં શહેરોમાં 25 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સામુદાયિક ભાગીદારો અને યોગ સંસ્થાઓ 21 જૂન સુધી હ્યુસ્ટન, સુગર લેન્ડ, પર્લેન્ડ, બેટાઉન, ફુલશિયર, ઓસ્ટિન, ડલ્લાસ, સેન એન્ટોનિયો, બેન્ટનવિલે, ડેનવર અને ઓક્લાહોમા સિટીમાં કાર્યક્રમોનું આયોજન કરશે.આ વર્ષની વૈશ્વિક થીમ ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ’ સર્વગ્રાહી સુખાકારી અને પર્યાવરણ અંગેની જાગૃતિને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકાને પ્રકાશિત કરે છે.