આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સામાન્ય યોગ પ્રોટોકોલ પર આધારિત એક લાખથી વધુ યોગ કાર્યક્રમો સવારે 6:30 થી સાંજે 7.40 સુધી એક સાથે યોજવામાં આવશે.
આ વર્ષની વિષયવસ્તુ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય “છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે મુખ્ય કાર્યક્રમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેશે.
દિલ્હીમાં લાલ કિલ્લો, કર્તવ્ય પથ અને લોધી ગાર્ડન જેવા પ્રતિષ્ઠિત સ્થળો સહિત એકસો અગિયાર સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
Site Admin | જૂન 12, 2025 5:56 પી એમ(PM)
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં રોજ દેશભરમાં એક લાખથી વધુ યોગ કાર્યક્રમો યોજાશે
