સંસદીય બાબતોના કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને 13 અને 14 ઓગસ્ટના રોજ કોઈ બેઠક થશે નહીં.
Site Admin | જુલાઇ 3, 2025 7:51 એ એમ (AM)
21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર યોજાશે