નવેમ્બર 30, 2025 7:52 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન MRO સુવિધા, INS માહે અને સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન MRO સુવિધા, INS માહે અને સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ આજે આકાશવાણી પર તેમના મન કી બાત સંબોધન દરમિયાન આ વાત કહી. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના ખાદ્યાન્ન ઉત્...

નવેમ્બર 30, 2025 7:50 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીએ પોલીસ પ્રત્યે જનધારણા અને ખાસ કરીને યુવાનોની ધારણામાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ પ્રત્યે જનધારણા, ખાસ કરીને યુવાનોની ધારણામાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે આ પરિવર્તન વ્યાવસાયિકતા, સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના વધારીને શક્ય છે. આજે રાયપુરમાં પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોના 60મા પરિષદની અધ્યક્ષત...

નવેમ્બર 30, 2025 7:49 પી એમ(PM)

views 12

ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી.

ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે. સુધારેલા જાહેરનામા મુજબ, હવે ફોર્મ ૧૧ ડિસેમ્બર સુધી વિતરણ કરી શકાશે. અગાઉ, આ અંતિમ તારીખ ૪ ડિસેમ્બર હતી. ડ્રાફ્ટ મતદાર યાદી હવે ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત થશે. અં...

નવેમ્બર 30, 2025 7:47 પી એમ(PM)

views 18

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, સરકારે આજે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં 36 રાજકીય પક્ષોના 50 નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે બેઠક રચનાત્મક ...

નવેમ્બર 30, 2025 7:34 પી એમ(PM)

views 32

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદા વધારી.. હવે 11મી ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો યોજાશે

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં વધારી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાં...

નવેમ્બર 30, 2025 7:33 પી એમ(PM)

views 9

ખાસ મતદાર સુધારણા અભિયાનમાં સુરતના મજૂરા વિધાનસભા વિસ્તારમાં બીએલઓની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી.. બીએલઓએ પણ કામગીરીને દેશ માટે સમર્પણ સમાન ગણાવી

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે.. આજે સુરતની મજૂરા વિધાનસભા વિસ્તારમાં એસઆઇઆર અભિયાન હેઠળ ચાલતી કામગીરીના સ્થળની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઇને બીએલઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને તેમને આભાર માન...

નવેમ્બર 30, 2025 7:32 પી એમ(PM)

views 11

વડોદરામાં સરદાર ગાથા સભાને સંબોધતા કલમ-370 રદ કરી જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય ગણાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

રાજ્યસભામાંથી કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયામાં તેઓ ભાગીદાર હતા, તે વાતનો ગર્વ હોવાનો ઉલ્લેખ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વડોદરા ખાતે કર્યો હતો. સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત આઈડિયલ સ્કૂલ ખાતે...

નવેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

views 11

રાજ્યમાં ખેડૂતો માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તેવું આયોજન કરાયું છે. હાલમાં રાજ્યમાં કુલ ૨.૦૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયાનો અને ૪૯ હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે ૧૨ હજાર ૫૦૦ મેટ્રિક ટન યુરીયા ખાતર રેલવે રેકના માધ્યમ...

નવેમ્બર 30, 2025 4:47 પી એમ(PM)

views 10

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. ખેડૂતો હવે આગામી 5 ડિસેમ્બર સુધી રાહત પેકેજ માટે નોંધણી કરાવી શકશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બ...

નવેમ્બર 30, 2025 4:46 પી એમ(PM)

views 12

પંચમહાલ જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વખત ગૌ -રક્ષા સ્ક્વોર્ડની રચના કરાઈ

પંચમહાલ જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વખત ગૌ -રક્ષા સ્ક્વોર્ડની રચના કરાઈ છે. જિલ્લામાં ગૌવંશની સુરક્ષા, કલ્યાણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે આ સ્ક્વોર્ડ આગામી દિવસોમાં સતત સક્રિય રહેશે. પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગઠિત આ વિશેષ સ્કોવોર્ડમાં કુલ આઠ અધિકારીઓ અને જવાનોનો સમાવેશ કરાયો છે. તેમાં ...