ડિસેમ્બર 10, 2025 2:43 પી એમ(PM)

views 12

કચ્છ જિલ્લાના ધોળાવીરામાં મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ જિલ્લાના ધોળાવીરામાં મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટરસ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર કચ્છના રણમાં નોંધાયું હતું. કચ્છના અનેક વિસ્તારોમાં લોકોએ આ આંચકાની અનુભૂતિ કરી હતી.

ડિસેમ્બર 10, 2025 2:39 પી એમ(PM)

views 12

રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત

રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત થયું છે. સિકરમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી બસમાં રાજસ્થાનના બિકાનેરથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા.તે દરમિયાન સિકર પાસે અકસ્...

ડિસેમ્બર 10, 2025 2:03 પી એમ(PM)

views 16

રાજ્યસભામાં વંદેમાતરમ્ ની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ વંદેમાતરમ્ અંગેનું સમર્પણ કાયમ

સંસદમાં રાષ્ટ્રગાન વંદે માતરમ અંગે ચર્ચા ચાલી રહી છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં આ ચર્ચા ચાલી રહી છે. રાજયસભામાં વંદેમાતરમની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યુ હતું કે વંદેમાતરમ અંગેનુ સમર્પણ કાયમ છે.

ડિસેમ્બર 10, 2025 2:02 પી એમ(PM)

views 7

રાહુલ ગાંધીના SIR વિરૂદ્ધના નિવેદનનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, કોંગ્રેસના શાસનમાં કોઇ પારદર્શકતા ન હતી.

કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં ચૂંટણી પંચ સહિત તમામ બંધારણીય સંસ્થાઓ વધુ પારદર્શક બની રહી છે. ચૂંટણી પંચ અને SIR પર રાહુલ ગાંધીની ટિપ્પણીની ટીકા કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસનથી વિપરીત, પહેલીવાર આ બંધારણીય સંસ્થાઓમાં પારદર્શિતા જાળવવામાં આવી...

ડિસેમ્બર 10, 2025 2:00 પી એમ(PM)

views 4

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાની જેલમાં બંધ નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, કોટ્ટાઈપટ્ટીનમ અને રામેશ્વરમના માછીમારોની 3 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના અધિકારીઓ દ્વારા તેમને ભારત પાછા ફરવા માટે કટોકટી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા કારણ...

ડિસેમ્બર 10, 2025 1:59 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું ભારતમાં માનવ અધિકારોનું ફક્ત રક્ષણ જ નહીં ઉજવણી પણ થાય છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ ઉજવણી પણ થાય છે. માનવ અધિકાર દિવસ 2025 અને નવી દિલ્હીમાં રોજિંદા આવશ્યકતાઓને સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે કોઈને પણ તેમના અધિકારોથ...

ડિસેમ્બર 10, 2025 1:58 પી એમ(PM)

views 13

દીપાવલીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ

ભારતના અગ્રણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવારોમાંના એક, દીપાવલીનો આજે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરાત કરતા, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ દરેક ભારતીય માટે ભાવના...

ડિસેમ્બર 10, 2025 3:03 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. તેમાં ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિતની જણસોની ખરીદીની સમીક્ષા કરવામાં આવી. રાહત પેકેજ મામલે થયેલી અરજીઓ અંગે પણ ચર્ચા કરાઇ. આ ઉપરાંત અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલી કામ...

ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM)

views 14

આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે.સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય નોંધાયું હતું. જ્યારે નલિયાનું સૌથી ઓછું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું.

ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM)

views 13

અમદાવાદમાં ટેક્ષટાઇલ ઉદ્યોગકારને ત્યાં આવકવેરા વિભાગના સાગમટે દરોડા

શહેરમાં ગઇકાલે આવકવેરા વિભાગે વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરની જાણીતી વિનોદ ટેક્સટાઇલ તથા તેના પ્રોમોટર અને સંબંધિત જગ્યાઓ પર આઈટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા. કુલ 19 જગ્યાઓ પર એકસાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ...