ડિસેમ્બર 14, 2025 1:53 પી એમ(PM)

views 7

હિંસાના પગલે બાંગ્લાદેશ ચૂંટણી પંચે તેના ઉચ્ચ અધિકારીઓ અને કાર્યાલયો ઉપર સલામતીની વઘુ વ્યવસ્થાની માંગણી કરી.

બાંગ્લાદેશના ચૂંટણી પંચે 13મી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાદ ફરી એકવાર સર્જાયેલી અશાંતિની સ્થિતીનો ઉલ્લેખ કરીને દેશભરમાં તેના ટોચના અધિકારીઓ અને કાર્યાલયો માટે વધારાની પોલીસ સુરક્ષા માંગણી કરી છે

ડિસેમ્બર 14, 2025 1:52 પી એમ(PM)

views 11

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાઇ રહેલી એશિયા કપ અંડર -19 ક્રિકેટ મેચમાં ભારતનો પહેલો દાવ.

દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ ખાતે અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. અગાઉ, પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો અને મેચ ૪૯ ઓવરની કરવામાં આવી હતી.

ડિસેમ્બર 14, 2025 4:05 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી તે જીતે છે અથવા શીખે છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં 3 હજારથી વધુ યુવાઓએ નોંધણી કરાવી છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય સરકા...

ડિસેમ્બર 14, 2025 9:23 એ એમ (AM)

views 28

ધર્મશાળામાં આજે ભારત- અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી- 20 મેચનો મુકાબલો

ક્રિકેટમાં ભારત આજે સાંજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનઉમાં રમાશે, જ્યારે અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ...

ડિસેમ્બર 14, 2025 9:21 એ એમ (AM)

views 20

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બાંગ્લાદેશોની મહિલાઓને ધકેલવાના કાવતરાંનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો

બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો...બાંગ્લાદેશની સરહદ નજીક રહેતા એક એજન્ટ દ્વારા 60 મહિલાઓને બાંગ્લાદેશથી ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ આચર...

ડિસેમ્બર 14, 2025 9:19 એ એમ (AM)

views 18

વન વિભાગની જમીન ખાલી કરાવવા ગયેલી અંબાજી પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ઉપર હુમલામાં 47 ઇજાગ્રસ્ત

બનાસકાંઠાના અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અંબાજી નજીક પાડલીયા ગામે વન વિભાગની જમીન ખાલી કરાવવાને લઈ વન વિભાગના કર્મચારીઓ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં PI સહિત પોલીસ અને વન વિભાગના 47 કર્મચારીઓ ઘાયલ થયા હતા, ઇજાગ્રસ્તોને અંબાજીની સરકારી હોસ્પિટ...

ડિસેમ્બર 14, 2025 9:16 એ એમ (AM)

views 13

રાજ્યભરમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં પાંચ લાખથી વધુ કેસોનો નિકાલ કરાયો

રાષ્ટ્રીય લોક અદાલતમાં ગઇકાલે રાજ્યમાં વિવિધપ્રકારનાકુલ 6 લાખ 2 હજાર 678 કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાં 1 હજાર 379 કરોડના પાંચ લાખ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ એન.આર.જોષી ના માર્ગદર્શન હ...

ડિસેમ્બર 14, 2025 9:13 એ એમ (AM)

views 31

રાજ્ય સરકાર ખેડૂતોના હિતોનું ધ્યાન રાખી રહી છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં ગઇકાલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અહિં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક ...

ડિસેમ્બર 14, 2025 9:11 એ એમ (AM)

views 12

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બેના મોત- અનેક લોકો ઘાયલ

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીએ એલર્ટ જારી કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને સ્થળાંતર કરવા જણાવ્યું છે. ગોળીબાર બારુસ અને હોલી બિલ્ડીંગ પાસે થયો હતો, જ્યાં યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વિભાગો આવેલા છે. ગોળીબાર સમયે પરીક્ષા...

ડિસેમ્બર 14, 2025 9:10 એ એમ (AM)

views 11

અંડર-૧૯ એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-૧૯ એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા દશ વાગ્યે શરૂ થશે. શુક્રવારે ભારતે યજમાન સંયુક્ત આરબ અમીરાતને 234 રનના વિશાળ સ્કોરથી હરાવ્યું. ટુર્નામેન્ટમાં કુલ આઠ એશિયન ટીમો છે. ફાઇનલ ૨૧ ડિસેમ્બરે રમાશે.