ડિસેમ્બર 30, 2025 7:34 પી એમ(PM)

views 11

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકારી યોજનાઓનો યોગ્ય અમલ કરાવવા અધિકારીઓને અનુરોધ કર્યો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે થતી કામગીરીની સમીક્ષા કરી. ગાંધીનગરના રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રીએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકારની યોજનાઓનો યોગ્ય અમલ કરાવવા અધિકારીઓને જણાવ્યું. તેમણે દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા પણ સૂ...

ડિસેમ્બર 30, 2025 7:33 પી એમ(PM)

views 7

નવા વર્ષની ઉજવણીને લઈ લોકોની સુરક્ષા માટે રાજ્યભરમાં પોલીસ ખડેપગે.

રાજ્યભરમાં આવતીકાલે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે. અમદાવાદમાં પણ નવા વર્ષને આવકારવા સુરક્ષાના ભાગરૂપે નવ હજારથી વધુ પોલીસકર્મી લોકોની સુરક્ષા માટે ખડેપગે રહેશે. જ્...

ડિસેમ્બર 30, 2025 7:31 પી એમ(PM)

views 10

સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રએ સાયબર ગુનામાં ભોગ બનેલા નાગરિકોની 61 કરોડ રૂપિયાની રકમને બચાવવામાં સફળતા મેળવી.

સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાયબર ગુનામાં નાગરિકોની 61 કરોડ રૂપિયાની રકમને બચાવવામાં સફળતા મળી છે. આ કેન્દ્રને આ મહિને નાગરિકો તરફથી 121 કરોડ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ મળી હતી. તેમાંથી 50 ટકા સુધીની રકમને બચાવી લેવાઈ છે. સાયબર ગુના માટેની હૅલ્પલાઈન 1930 નંબર પર રવિવારે એક હજાર 475 જેટલા કૉલ મળ્યા. તેમ...

ડિસેમ્બર 30, 2025 7:30 પી એમ(PM)

views 12

કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં આવતીકાલે હળવા વરસાદની આગાહી.

હવામાન વિભાગે આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદની આગાહી કરી છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, હાલમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. તેના કારણે મધ્ય ટ્રૉપોસ્ફિયર એટલે કે, પૃથ્વીના વાતાવરણનું સૌથી નીચેના સ્તર દરિયાઈ સપાટીથી 5.8 ક...

ડિસેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

views 9

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા SGFI-ની વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે.

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા ભારતીય શાળા રમતગમત મહામંડળ – SGFIમાં વજન ઉપાડવાની રમત – વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે. ધોરણ 12માં ભણતાં આ ખેલાડીએ કઠોર શૈક્ષણિક જવાબદારી સાથે રમતમાં ઊંડો રસ જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું, તેમનું સ્વપ્ન ઑલિમ્પિક રમતમાં વૅઇટલિફ્ટીંગમાં ભારતનું પ્રતિનિધ...

ડિસેમ્બર 30, 2025 2:52 પી એમ(PM)

views 8

નવસારી જિલ્લાના વાંસદામાં આજે સવારે ભૂકંપના આંચકાઓ અનુભવાયા.

નવસારી જિલ્લાના વાંસદામાં આજે સવારે ભૂકંપના આંચકાઓ અનુભવાયા. અનુભવાયો. સવારે 9 વાગીને 24 મિનિટે 2.7 ની તીવ્રતાના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 62 કિલોમીટર દુર નોંધાયું હતું. તેમ ભૂકંપ શાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે.

ડિસેમ્બર 30, 2025 2:51 પી એમ(PM)

views 26

પાલિતાણાના હણોલ ગામની હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું આયોજન.

પાલિતાણા તાલુકાના હણોલ ગામની હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026'નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરાયુ છે. આ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ અપાયું છે. હણોલના વતની અને કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માં...

ડિસેમ્બર 30, 2025 2:50 પી એમ(PM)

views 7

ડિસેમ્બર માસમાં સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાઇબર ગુનાઓમાં નાગરિકોની 61 કરોડ જેટલી રકમ બચાવવામાં સફળતા મળી.

ડિસેમ્બર માસમાં સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રને સાઇબર ગુનાઓમાં નાગરિકોની 61 કરોડ જેટલી રકમ બચાવવામાં સફળતા મળી છે. ચાલુ માસમાં સાઇબર સેન્ટરને 5 કેસમાં સાઇબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી 121 કરોડ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ મળી હતી. જેમાં 50 ટકા જેટલી રકમ લોકોને પરત કરવામાં આવી છે. સાયબર હેલ્પલાઇન -1930...

ડિસેમ્બર 30, 2025 2:49 પી એમ(PM)

views 9

31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે તકેદારીના પગલાં..

આવતીકાલે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. વ્યસન કરીને વાહન ચલાવનારા અને સલામતીનો ભંગ કરનારા તત્વોને રોક...

ડિસેમ્બર 30, 2025 2:48 પી એમ(PM)

views 6

રાજ્યકક્ષાની ૬ઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા’ યોજાઈ.

રાજ્યકક્ષાની ૬ઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા’ યોજાઈ. જેમાં સમગ્ર રાજયમાથી ૧૪ થી ૧૮ વર્ષના કુલ ૩૩૭ જેટલા જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ૨૩૩ યુવકો અને ૧૦૪ યુવતીઓએ શક્તિ અને સ્ફૂર્તિનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. ભાઈઓમાં ૭.૦૪ મિનિટના નવા રેકોર્ડ સાથે સાહિલ પંચાળા પ્રથમ, ૭.૦૯ મિનિટ સાથે મેહુલ ગ...