સપ્ટેમ્બર 24, 2025 1:43 પી એમ(PM)

views 19

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારતનો બાંગ્લાદેશ સાથે મુકાબલો

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ગઇકાલે પાકિસ્તાને UAEના અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું.

સપ્ટેમ્બર 24, 2025 3:04 પી એમ(PM)

views 10

શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માઁ દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માઁ દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-અર્ચના કરાય છે. નવરાત્રિ નિમિત્તે રાજ્યભરના ધાર્મિક સ્થાનોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. સાથે જ ભક્તો પણ ગરબે ઝૂમીને માતાજીની આરાધનામાં મગ્ન બન્યાં છે.

સપ્ટેમ્બર 24, 2025 10:49 એ એમ (AM)

views 17

IIMAના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

IIMA ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ગઇકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને ભારતના રાષ્ટ્ર...

સપ્ટેમ્બર 24, 2025 9:26 એ એમ (AM)

views 16

નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી

નવરાત્રિના બીજે દિવસે રાજ્યભરમાં ખૈલેયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કેસરિયા ગરબામાં હાજરી આપી હતી. સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગરબામાં શ્રી અમિત શાહે પરિવાર સાથે હાજરી આપી હતી.ગઇકાલે નવરાત્રિના બીજા દિવસે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગર...

સપ્ટેમ્બર 24, 2025 9:25 એ એમ (AM)

views 43

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભ...

સપ્ટેમ્બર 24, 2025 9:24 એ એમ (AM)

views 21

નાગરિકોની ફરિયાદ નિવારણનો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ આવતીકાલે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે, તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે 8થી 11 વાગ્યા સુધી...

સપ્ટેમ્બર 24, 2025 9:18 એ એમ (AM)

views 8

જીએસટીના ઘટાડાના પહેલાં જ દિવસથી ઓટો સેક્ટર, ઇ-કોમર્સ અને એસી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓમાં રેકોર્ડ બ્રેક ખરીદી

GST 2.0 ની શરૂઆત નવરાત્રી અને ટેક્સ ઘટાડાથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ, રેકોર્ડ બ્રેક પહેલો દિવસ રહ્યો હતો.પહેલા દિવસ જે રેકોર્ડ બ્રેકિંગ ઓટોમોબાઇલ સેક્ટરમાં વેચાણ જોવા મળી રહ્યું છે. મારુતિએ 80 હજાર પૂછપરછ નોંધાવી અને 30 હજાર કાર ડિલિવરી કરી, જે 35 વર્ષમાં તેનું સૌથી વધુ એક દિવસનું પ્રદર્શન છે. નાની કા...

સપ્ટેમ્બર 24, 2025 9:14 એ એમ (AM)

views 10

રાજ્યની મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થા...

સપ્ટેમ્બર 24, 2025 8:42 એ એમ (AM)

views 21

અમેરિકાના રાષ્ટ્રપતિ યુક્રેનના સમર્થનમાં– રશિયાને કાગળનો વાઘ ગણાવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન નાટો અને અમેરિકન લશ્કરી સમર્થનથી રશિયા પાસેથી તેનો બધો પ્રદેશ પાછો મેળવી શકે છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું કે કિવ હવે એટલો સક્ષમ છે કે યુક્રેન પોતાનો પ્રદેશ પાછા જીતી શકે છે. ટ્રમ્પના વલણમાં ફેરફાર યુક્રેનના રાષ્ટ્રપ...

સપ્ટેમ્બર 24, 2025 8:40 એ એમ (AM)

views 15

ભારત અને મોરોક્કના સરક્ષણ મંત્રીએ મોરક્કોમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના મોરોક્કન સમકક્ષ અબ્દેલતિફ લૌડીએ મોરોક્કોના બેરેચિડમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ના સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.ભારત અને મોરોક્કો વચ્ચે વિકસતી વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉદ્ઘાટનને એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા, શ્રી સિંહે જણાવ્ય...