ડિસેમ્બર 24, 2025 8:03 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, કેટલાક રાજકીય પક્ષો અરવલ્લી પર્વતો પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, કેટલાક રાજકીય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, અરવલ્લી પર્વતો પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આકાશવાણી સમાચાર સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, શ્રી યાદવે ઉમેર્યું હતું કે નાગરિકો વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવ...

ડિસેમ્બર 24, 2025 7:46 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં આવતી રજૂઆતોનું સામૂહિક પ્રયત્નથી નિવારણ લાવવા વિવિધ વિભાગને અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં આવતી નાગરિકોની રજૂઆતોનું સામૂહિક પ્રયાસથી જરૂરી નિવારણ લાવવા વિવિધ વિભાગને અનુરોધ કર્યો છે. આ મહિનાના સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન- ઑનલાઈન જન-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ 97 જેટલા રજૂઆતકર્તાની રજ...

ડિસેમ્બર 24, 2025 7:43 પી એમ(PM)

views 10

કર્ણાટકમાં રમાયેલી વિજય હઝારે ટ્રૉફી ક્રિકેટમાં સર્વિસીઝની ટીમ સામે ગુજરાતનો વિજય

વિજય હઝારે ટ્રૉફી ક્રિકેટમાં આજે સર્વિસીઝ સામેની મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો. કર્ણાટકમાં અલુરના KSCA ક્રિકેટ સ્ટૅડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. સર્વિસીઝની ટીમ 42 ઑવર બે બોલમાં 184 રન બનાવીને આઉટ થઈ હતી. જવાબમાં ગુજરાતની ટીમે 34 ઑવર પાંચ બૉલમાં 2 વિકેટે 185 રન બનાવી...

ડિસેમ્બર 24, 2025 7:43 પી એમ(PM)

views 78

રાજ્યમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા અત્યાર સુધીમાં 92 હજાર 235 જેટલા નાગરિક તરફથી ફોર્મ છ / છ-એ મળ્યા

રાજ્યમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા ગઈકાલ સુધીમાં કુલ 92 હજાર 235 જેટલા નાગરિક તરફથી ફોર્મ છ / છ-એ મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા કુલ 13 હજાર 331 જેટલા નાગરિક તરફથી ફૉર્મ-સાત મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે-સાથે કામગીરી કરાશ...

ડિસેમ્બર 24, 2025 7:42 પી એમ(PM)

views 4

ગાંધીનગરથી મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રકાર એક મધુપ્રમેહ-ગ્રસ્ત એક પણ બાળક સારવાર અને સુવિધાથી વંચિત ન રહી જાય તે માટેની વિશેષ વ્યવસ્થાની નેમ વ્યક્ત કરી. ગાંધીનગરથી મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા તેમણે કહ્યું, આ બીમારીથી પીડાતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવારથી રોગને નિયંત્રિત ...

ડિસેમ્બર 24, 2025 7:42 પી એમ(PM)

views 16

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ખનન કે વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી નહીં અપાય

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, અરવલ્લી પહાડીઓના સંરક્ષણ માટે સર્વોચ્ચ અદાલતના આદેશનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ખનન કે વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી નહીં અપાય. અરવલ્લી પર્વતમાળા રણને આગળ વધતું અટકાવવા કુદરતી અ...

ડિસેમ્બર 24, 2025 3:19 પી એમ(PM)

views 12

કચ્છમાં આજે સવારે 10 વાગ્યેને 49 મિનિટે ભૂકંપના આંચકાઓ અનુભવાયા.

કચ્છમાં આજે સવારે 10 વાગ્યેને 49 મિનિટે ભૂકંપના આંચકાઓ અનુભવાયા. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 10 કિલોમીટર દૂર કરમરિયા ગામ નજીક નોંધાયું હતું. જ્યારે રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણની માપવામાં આવી હોવાનું ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

ડિસેમ્બર 24, 2025 3:17 પી એમ(PM)

views 4

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઑવર બ્રિજ નીચે વીર બાળ દિવસની યાદમાં આગામી 28 તારીખ સુધી વિશેષ કાર્યક્રમ યોજાશે.

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઑવર બ્રિજ નીચે વીર બાળ દિવસની યાદમાં આગામી 28 તારીખ સુધી વિશેષ કાર્યક્રમ યોજાશે. સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબઝાદાના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સિખ સમુદાયના લોકો સિવાય ભાજપના અન્ય હોદ્દેદારો અ...

ડિસેમ્બર 24, 2025 3:11 પી એમ(PM)

views 18

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 24, 2025 3:07 પી એમ(PM)

views 19

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમે આજે એક વેપારીના ગોડાઉન પર દરોડો પાડીને આશરે અઢી ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમે આજે એક વેપારીના ગોડાઉન પર દરોડો પાડીને આશરે અઢી ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. આ જપ્ત થયેલા પ્લાસ્ટિકની અંદાજિત બજાર કિંમત 10 લાખ રૂપિયાથી વધુ થાય છે. ઉલ્લેખનીય છે,સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, જેના અનુસંધાનમાં ઉલ્લંઘન...