નવેમ્બર 15, 2025 1:51 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત હાઇસ્પિડ રેલવે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરીને નર્મદા પહોંચ્યા – દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા પહોંચ્યા, જ્યાં તેમણે દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પહેલા સવારે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંત્રોલી ખાતે હાઇ-સ્પ...

નવેમ્બર 15, 2025 1:47 પી એમ(PM)

views 26

તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર સુરક્ષા પરિષદની સમિતિનું નેતૃત્વ અને આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવા બદલ ભારતે પાકિસ્તાનની ટીકા કરી

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર સુરક્ષા પરિષદની સમિતિનું નેતૃત્વ અને આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે કાઉન્સિલની કાર્યપદ્ધતિ પર ચર્ચામાં જણાવ્યું હતું કે જ્યારે તેમના સ્વાર્થ હોય ત્યારે કાઉન્સિલના સભ્યોને સમિતિઓનું...

નવેમ્બર 15, 2025 1:46 પી એમ(PM)

views 15

બેડમિન્ટનમાં, સ્ટાર ભારતીય શટલર લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

બેડમિન્ટનમાં, સ્ટાર ભારતીય શટલર લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સેમિફાઇનલમાં, લક્ષ્યે જીત મેળવી.

નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM)

views 20

અંડર-16 ક્રિકેટમાં સૌરાષ્ટ્રને 77 રને હરાવીને ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી

અંડર-16 ક્રિકેટમાં ગુજરાતની ટીમે સૌરાષ્ટ્રને 77 રને હરાવીને મલ્ટી-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરા ખાતે રિલાયન્સ જી-1 અંડર-16 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામેની મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું. જેમાં ગુજરાતની ટીમ 59 ઓવર 1 બોલમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ ...

નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM)

views 25

રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ સાથે 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.વહેલી સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠડું શહેર બન્યું છે. આ ઉપરાંત નલિયામાં 13, કેશોદ,અમરેલીમાં 14-14 અને તે સિવાયના શહેરોમાં 15 થી 24 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયુ...

નવેમ્બર 15, 2025 9:32 એ એમ (AM)

views 63

રાજ્યભરમાં આજે, કાલે તથા 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન

રાજ્યભરમાં વિવિધ મતદાન મથકો ખાતે આજે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. આજે અને આવતીકાલે તથા 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર સવારે 9થી 1 વાગ્યા સુધી ખાસ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં બૂથ લેવલ ઓફિસર - BLO મતદાન મથક પર હાજર રહેશે. નાગરિકો આ સમય દરમિયાન BLOની મદદથી SIR...

નવેમ્બર 15, 2025 9:30 એ એમ (AM)

views 24

એક દિવસની રાજ્યની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નવ હજાર સાત સો કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે, સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

પ્રધાનમંત્રીના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગે લેશે.નર્મદામાં આજે રાષ્ટ્રીયકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરમિયાન...

નવેમ્બર 15, 2025 9:25 એ એમ (AM)

views 16

શૂટિંગમાં એશા સિંહે ISSF 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

શૂટિંગમાં ભૂતપૂર્વ એશિયન ચેમ્પિયન એશા સિંહે ગઈકાલે ઇજિપ્તમાં ISSF વિશ્વઆ ચેમ્પિયનશિપ રાઇફલ અને પિસ્તોલમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આ તેનો પ્રથમ વ્યક્તિગત સિનિયર વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ છે.દક્ષિણ કોરિયાની વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન યાંગ જિને સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ...

નવેમ્બર 15, 2025 9:21 એ એમ (AM)

views 60

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે.નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તે...

નવેમ્બર 15, 2025 9:20 એ એમ (AM)

views 42

સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી

સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ રહી છે. કેન્દ્ર સરકારે 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતું, જે વિવિધ મંત્રાલયો અને રાજ્યોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવે છે જે આદિવાસી નાયકો...