નવેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)

views 17

બીમા લોકપાલ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે 11 નવેમ્બરે બીમા લોકપાલ દિવસની ઉજવણી…

બીમા લોકપાલ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે 11 નવેમ્બરે બીમા લોકપાલ દિવસની ઉજવણી કરાય છે. હાલ અમદાવાદ સહિત દેશભરમાં 18 બીમા લોકપાલ કચેરીઓ છે. આ સંસ્થાના અમદાવાદ કેન્દ્ર ખાતે પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ત્રણ હજાર એક ફરિયાદ મળી છે. તેમાંથી બે હજાર 19 ફરિયાદનો નિકાલ કરા...

નવેમ્બર 17, 2025 2:48 પી એમ(PM)

views 14

રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વૉલિબૉલ ઑપન બૉય્ઝ ટૂર્નામૅન્ટનું સમાપન થયું.

રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વૉલિબૉલ ઑપન બૉય્ઝ ટૂર્નામૅન્ટનું સમાપન થયું. ગુજરાત રમતગમત સત્તામંડળ અને જિલ્લા રમતગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં મારવાડી વિશ્વ-વિદ્યાલયના ખેલાડીઓએ સુવર્ણ વિજયચિહ્ન એટલે કે, ટ્રૉફી પોતાના નામે કરી છે. જ્યારે ક્વિટૉન્ઝ ટીમે અંત સુધી લડત આપીને ...

નવેમ્બર 17, 2025 2:47 પી એમ(PM)

views 21

ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડ્યું

ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી, પુષ્પાબેન અને વૈશાલીબેને સાથે મળીને મેટ્રો સ્ટેશન ખાતે આ કેન્ટીન શરૂ કરી છે. મહિલા સંચાલિત આ કેન્ટીનમાં વર્ષે 6 લાખ ર...

નવેમ્બર 17, 2025 1:51 પી એમ(PM)

views 46

મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં અનેક ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત.

આજે વહેલી સવારે મક્કાથી મદીના જઈ રહેલી એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં ઘણા ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત થયાની આશંકા છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1.30 વાગ્યે મુફ્રીહત નામના સ્થળે બની હતી. પ્રારંભિક અહેવાલો મુજબ, પીડિતોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ બસ મક્કાથી પરત ફરી રહી હતી અને...

નવેમ્બર 17, 2025 1:49 પી એમ(PM)

views 35

ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, કંપનીઓ વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન LPG આયાત કરશે, જે યુએસ ગલ્ફ કોસ્ટથી મેળવવામાં આ...

નવેમ્બર 17, 2025 1:48 પી એમ(PM)

views 18

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું – જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ, 2025ના સમારોહને સંબોધતા જનરલ દ્વિવેદીએ આ મુજબ જણાવ્યું. સેના પ્રમુખે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું જે 88 કલાકમાં સમાપ્ત થયું. તેમણે કહ્...

નવેમ્બર 17, 2025 1:45 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. ઉત્તરીય ઝોનલ કાઉન્સિલમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્...

નવેમ્બર 17, 2025 1:44 પી એમ(PM)

views 23

બાગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સામે ચાલી રહેલા કેસના આજે ચુકાદાની શક્યતા.

બાંગ્લાદેશમાં, આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બે નજીકના સાથીઓ સાથે સંકળાયેલા માનવતા વિરુદ્ધના ઉચ્ચ પ્રોફાઇલ ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરશે.

નવેમ્બર 17, 2025 2:52 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થયા. તેમણે આંબલી ખાતેથી આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં રાજ્યના વિવિધ મંત્રીઓ, અન્ય મહાનુભાવ ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીઓ મોટ સંખ્યામં જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાયેલ...

નવેમ્બર 17, 2025 9:25 એ એમ (AM)

views 27

ટોકિયોમાં ચાલી રહેલી ડેફલિમ્પિક્સ સ્પર્ધામાં રાજ્યના નિશાને બાજ મોહમ્મદ મુર્તુજાએ રજત ચંદ્રક જીત્યો

ટોકિયોમાં ચાલી રહેલી બધીરો માટેની ડેફલિમ્પિક સ્પર્ધામાં રાજ્યના નિશાનેબાજ મોહમદ મુર્તુઝાએ રજત ચંદ્રક જીત્યો છે.આ સ્પર્ધામાં દેશના ધનુષ શ્રીકાંતે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ધનુષે 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં 252.2 ના સ્કોર સાથે વિશ્વ રેકોર્ડ સર્જી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે જ્યારે મુર્તુઝાએ 250.1 ...