નવેમ્બર 19, 2025 7:56 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિળનાડુથી PM કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો – નવ કરોડ ખેડૂતોને સહાય અપાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિળનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો. આ સાથે જ દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી. પ્રધાનમંત્રીએ આજે કોયમ્બતૂરમાં આવેલી કોયમ્બતૂર જિલ્લા લઘુ ઉદ્યોગ સંઘ – કૉડિસિઆ વેપાર મેળા પરિસરમાં દ...

નવેમ્બર 19, 2025 7:55 પી એમ(PM)

views 20

JDUના અધ્યક્ષ નીતિશ કુમારને બિહારમાં NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા

જનતા દળ યુનાઇટેડ - JDUના અધ્યક્ષ નીતિશ કુમારને આજે બિહારમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા. આ નિર્ણય પટનામાં ગઠબંધનના પાંચ ઘટક દળના નવનિયુક્ત ધારાસભ્યોની સંયુક્ત બેઠકમાં લેવાયો. N.D.A.એ તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવી છે. સાથે જ NDA...

નવેમ્બર 19, 2025 7:53 પી એમ(PM)

views 25

યુક્રેનમાં રશિયાએ ડ્રૉન અને મિસાઇલથી કરેલા હુમલામાં 19 લોકોના મોત

યુક્રેનમાં રશિયાના ડ્રૉન અને મિસાઇલના ભીષણ હુમલામાં 19 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ટેરનૉપિલ શહેરના બે ઍપાર્ટમૅન્ટ ઇમારતો પર થયેલા હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 37 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત દળે હાલ કાટમાળમાં ફસાયેલા લોકોની તપાસ હાથ ધરી છે. યુક્રેને જણાવ્યું, રશિય...

નવેમ્બર 19, 2025 7:51 પી એમ(PM)

views 19

ભારતનાં અરુંધતિ ચૌધરી વિશ્વમુક્કેબાજી કપમાં 70 કિલો વજન વર્ગમાં ફાઈનલમાં પહોંચ્યાં

ભારતનાં અરુંધતિ ચૌધરી વિશ્વ મુક્કેબાજી કપમાં 70 કિલો વજન વર્ગમાં ફાઈનલમાં પહોંચ્યાં છે. ગ્રૅટર નોયડામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે સૅમિ-ફાઈનલમાં જર્મનીનાં લિયોની મુલરને હરાવ્યાં. અરુંધતિ ચૌધરી સિવાય મિનાક્ષી, અંકુશ પંઘાલ, પ્રવીણ અને નુપૂરે પણ ભવ્ય જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવી છે. મિનાક્ષીએ 48 કિલ...

નવેમ્બર 19, 2025 7:49 પી એમ(PM)

views 47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન યોજનાનો 21-મો હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો. દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી. આ સાથે જ ગુજરાતના 49 લાખ 31 હજાર ખેડૂતોના ખાતામાં 986 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી. શ્રી મોદીએ કિસ...

નવેમ્બર 19, 2025 7:48 પી એમ(PM)

views 26

આગામી માર્ચ સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે- મુખ્યમંત્રીની જાહેરાત

માર્ચ, 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી. તેમણે ખેડૂતોને સંબોધતા કહ્યું કે, હાલ 98 ટકા કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે. કા...

નવેમ્બર 19, 2025 7:46 પી એમ(PM)

views 22

રવિ સિઝનમાં જીરુંના વાવેતર માટે 6 જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી 10 કલાક વીજ પુરવઠો મળશે

રવિ સિઝનમાં જીરાના વાવેતરને ધ્યાને લઈને 6 જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી 8 કલાકની બદલે 10 કલાક વીજ પુરવઠો મળશે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ-થરાદ અને મોરબીના 13 તાલુકાના ખેડૂતોને લાભ મળશે તેમ પણ તેમણે ઉમ...

નવેમ્બર 19, 2025 7:45 પી એમ(PM)

views 34

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘના આગમનની વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન થયું છે. દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાંથી આ વાઘ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે વાઘને પૂરતો ખોરાક મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘના વસવા...

નવેમ્બર 19, 2025 7:16 પી એમ(PM)

views 19

8 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરનાર બે આરોપીની મહેસાણામાંથી ધરપકડ

મહેસાણા સાયબર ગુના પોલીસે 8 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, બીજાના બૅન્ક ખાતામાંથી બેંગ્લોર, પટના, મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યોમાં છેતરપિંડીના ગુનાઓ કર્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલે જણાવ્યું.

નવેમ્બર 19, 2025 7:08 પી એમ(PM)

views 25

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ સુવર્ણ જીત્યો

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ એક સુવર્ણ અને મહિલાઓની Epee-3 ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગાંધીનગર જિલ્લા સ્તરની રમતગમત શાળા-DLSSની ભૂતપૂર્વ તાલીમાર્થી મિતવા ચૌધરીએ વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જે ગુજરાતના ફેન્સીંગના ઇતિહાસમાં 47 વર્ષમાં પહેલો સુવર્...