નવેમ્બર 22, 2025 2:17 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. ત્રણ દિવસીય સંમેલન દરમિયાન, શ્રી મોદી તમામ સત્રોમાં ભાગ લેશે અને ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરશે, જેમાં વૈશ્વિક દક્ષિણ ચિંતાઓ, ટકાઉ વિકાસ, આબોહવા કાર્યવાહી, ઊર્જા સંક્રમણ અને વૈશ્વિક...

નવેમ્બર 22, 2025 2:16 પી એમ(PM)

views 21

દિલ્હી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય સાઈબર-નાણાકીય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો.

દિલ્હી પોલીસ ગુના શાખાના સાયબર સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી એક આંતરરાજ્ય સાયબર-નાણાકીય છેતરપિંડી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ પર નકલી કારોબારી મંચનો ઉપયોગ કરીને અનેક રાજ્યોમાં લોકોને છેતરવાનો આરોપ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂનમાં એક પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં...

નવેમ્બર 22, 2025 2:15 પી એમ(PM)

views 24

પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે શીતલહેર તેમજ અંદામાન-નિકોબાર, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ મધ્યપ્રદેશમાં ઠંડીની આગાહી કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ મહિનાની 25મી તારીખ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. વિભાગે જણાવ્યું છે કે આવતા અઠ...

નવેમ્બર 22, 2025 2:14 પી એમ(PM)

views 22

પાકિસ્તાનના ફૈસલાબાદની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત.

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. શહાબ ટાઉન કબડ્ડી સ્ટેડિયમ નજીક એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે 31 વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

નવેમ્બર 22, 2025 2:12 પી એમ(PM)

views 48

આસામમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના 2 વિકેટે 153 રન.

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ભારત સામે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ વિકેટકીપર-બેટર ઋષભ પંતના નેતૃત્વ હેઠળ રમી રહી છે. જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી બે મેચોની શ્રેણીની પહેલી ...

નવેમ્બર 22, 2025 4:25 પી એમ(PM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી. રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે મહાનગરપાલિકાની જળ વ્યવસ્થાપનની કામગીરીને બિરદાવી હતી. સાથે ...

નવેમ્બર 22, 2025 11:03 એ એમ (AM)

views 23

અમદાવાદમાં એએફસી U-17 ક્વોલિફાયર્સનો આજથી પ્રારંભ થશે

અમદાવાદમાં આજથી એએફસી U-17 ક્વોલિફાયર્સનો પ્રારંભ થશે. અમદાવાદના એકા અરેના ટ્રાન્સ્ટેડિયા ખાતે આજથી 30 નવેમ્બર દરમિયાન એએફસી અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સના ગ્રુપ-ડીની મેચો રમાશે. આજે ભારત- પેલેસ્ટાઈન વચ્ચે 7.30 વાગ્યાથી મેચ રમાશે. આ ગ્રુપમાં યજમાન ભારત ઉપરાંત ઈરાન, લેબનોન, પેલેસ્ટાઈન અને ચાઈનીઝ તાઈ...

નવેમ્બર 22, 2025 11:02 એ એમ (AM)

views 28

આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે

આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, હાલ રાજ્યમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ અંગે હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે વધુ માહિતી આપી.

નવેમ્બર 22, 2025 11:01 એ એમ (AM)

views 19

રાજ્યમાં 13 લાખથી વધુ લોકોએ મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ વાન દ્વારા OPD સેવાઓનો લાભ મેળવ્યો

રાજ્યમાં 13 લાખ 50 હજારથી વધુ લોકોએ 137 મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ એટલે કે આરોગ્ય-તબીબી વાન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો છે. રાજ્યમાં 102 મોબાઇલ હેલ્થ યુનિટ અને 35 મોબાઇલ મેડિકલ યુનિટ કાર્યરત છે, જેમાં 80 આદિવાસી પટ્ટામાં, 23 અગરિયા વિસ્તારોમાં, 11 રણ પ્રદેશોમાં, ચાર વન વિસ્તારમાં અને 19 સામાન્ય ...

નવેમ્બર 22, 2025 10:58 એ એમ (AM)

views 10

સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી

સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી છે. જેમાં પાલનપુરના ચાર આરોપીઓ પાસેથી 3 લાખ 30 હજાર રૂપિયાના 110 ગ્રામ મેફેડ્રોન અને મહેસાણાના ત્રણ આરોપીઓ પાસેથી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મેથાએમ્ફાટામાઈન માદક પદાર્થ મળી આવ્યો છે.