જાન્યુઆરી 1, 2025 7:35 પી એમ(PM)

views 27

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ – DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ - DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે. જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAPની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિ...

જાન્યુઆરી 1, 2025 7:34 પી એમ(PM)

views 228

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી છે. આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતનો આ 34મો જિલ્લો હશે, જેનું મુખ્ય મથક થરાદ ખાતે હશે. ગુજર...

જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM)

views 25

ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે

ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની લડાયક સજ્જતામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજો સંરક્ષણ સ્વનિર્ભરતા અને સ્વદેશી જહાજ નિર્માણના ક્ષેત્રમાં દેશન...

જાન્યુઆરી 1, 2025 7:24 પી એમ(PM)

views 19

કેન્દ્રીય કેબિનેટે પીએમ ફસલ બીમા યોજના, હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને 69 હજાર 515 કરોડ રૂપિયા કર...

જાન્યુઆરી 1, 2025 7:23 પી એમ(PM)

views 16

સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમની સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે, 2025નું પ્રથમ કેબિનેટ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે.તેમણે કહ્યું કે, દેશને તેના તમામ ખેડૂતો પર ગર્વ છ...

જાન્યુઆરી 1, 2025 7:32 પી એમ(PM)

views 13

રાજ્ય મંત્રીમંડળે નવી નવ મહાનગરપાલિકાની રચનાને બહાલી આપતા હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકા બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચના તેમજ બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવાં વાવથરાદ જીલ્લો બનાવવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી,વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢ...

જાન્યુઆરી 1, 2025 7:16 પી એમ(PM)

views 26

ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાકુંભ સમા સપ્તક મહોત્સવનો આજથી આરંભ

ભારતીય વાદ્ય કલાને પ્રદર્શિત કરતો સપ્તક કાર્યક્રમ આજથી અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે. આ સંગીતના મહાકુંભમાં દેશભરના ટોચના શાસ્ત્રીય કલાકારો 13 દિવસ સુધી સંગીત સાધનાને સંગીતપ્રેમીઓ સમક્ષ પ્રસ્તુત કરશે

જાન્યુઆરી 1, 2025 7:13 પી એમ(PM)

views 14

રાજ્યભરમાં નવા વર્ષના વધામણા ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરાયા

રાજ્યભરમાં નવા વર્ષના વધામણા ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરાયા હતા.નવા વર્ષના સુપ્રભાતને લોકોએ વધાવ્યું હતું. ખાસ કરીને રાજ્યના યાત્રાધામોમાં નવા વર્ષનાં પ્રથમ દર્શન માટે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી.યાત્રાધામ અંબાજી અને સોમનાથમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભાવિક ભક્તોએ આજના નવા વર્ષ આરંભે શ્રધ્ધાળુઓ...

જાન્યુઆરી 1, 2025 7:11 પી એમ(PM)

views 6

મહાકુંભ મેળા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી આવતીકાલથી એક વન-વે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

મહાકુંભ મેળા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી આવતીકાલથી એક વન-વે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યાં મુજબ, મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ...

જાન્યુઆરી 1, 2025 7:10 પી એમ(PM)

views 23

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ છે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની ૧૦ થી ૧૨ ગાડીની આવક જોવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ એક હજાર ૪૫૦ રૂપિયા સુધી રહ્યાં હતા. આજે યોજાયેલી હરાજીમાં નીચો ભાવ એક હજાર ૫૦૦ રૂપિયા ઉંચો ભાવ અને નીચો ભાવ રૂપિયા એક હજાર 350 સુધીનાં જોવા મળ્યો હતો. ઉનાવા એપી...