જાન્યુઆરી 2, 2025 6:21 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોડલ પ્રિઝન મેન્યુઅલ, 2016 અને મોડલ પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસિસ એક્ટ,2023માં સુધારો કર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુરુપ જેલનાં કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવનાં પ્રશ્નનો ઉકેલ લાવવા મોડલ પ્રિઝન મેન્યુઅલ, 2016 અને મોડલ પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસિસ એક્ટ,2023માં સુધારો કર્યો છે.નવા મેન્યુઅલ પ્રમાણે જેલનાં સત્તાવાળાઓએ હવે કેદીઓ સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ, વર્ગીકરણ અન...

જાન્યુઆરી 2, 2025 6:12 પી એમ(PM)

views 15

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી છે. શ્રીનગર ખાતે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેના પ્રથમ મીડિયા વાર્તાલાપ સત્ર દરમિયાન પત્રકાર સાથે વાત કરતાં તેમણે,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના ડિસેમ્બર 2023ના...

જાન્યુઆરી 2, 2025 6:09 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન માટે, મહિલાઓને સશક્ત કરવા અને માનવ દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે,શ્રી પદ્મનાભનએ ...

જાન્યુઆરી 2, 2025 6:08 પી એમ(PM)

views 9

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટેની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટેની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.   રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 73 નગરપાલિકાની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવં...

જાન્યુઆરી 2, 2025 6:06 પી એમ(PM)

views 11

મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી

મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેમને ઓડિશાના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ડો. કંભમપતિએ લગભગ ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી મિઝોરમના રાજ્યપાલ  તરીકે સેવા આપી હતી. તેમણે 21 જુલાઈ, 2021 ના રોજ મિઝોરમના ...

જાન્યુઆરી 2, 2025 5:55 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટના સંબંધમાં નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારો સાથે સાતમા પૂર્વ-બજેટ પરામર્શની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટના સંબંધમાં નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારો સાથે સાતમા પૂર્વ-બજેટ પરામર્શની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં સચિવ,રોકાણ અને જાહેર મિલકત મેનેજમેન્ટ વિભાગના સચિવ DIPAM,આર્થિક બાબતોના વિભાગના સચિવો અને ...

જાન્યુઆરી 2, 2025 3:30 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં

કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ખેડૂતલક્ષી નિર્ણયોને રાજ્યનાં ખેડૂતોએ આવકાર્યાં છે. કેન્દ્ર સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે ખેડૂતોને ડાય એમોનિયમ ફોસ્ફેટ- ડીએપી ખાતરની ૫૦ કિલોની થેલીનો ભાવ એક હજાર 350 રૂપિયા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારે ડીએપી પર ૩૮૫૦ કરોડ રૂપિય...

જાન્યુઆરી 2, 2025 3:29 પી એમ(PM)

views 11

નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગઈકાલે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. આ અંતર...

જાન્યુઆરી 2, 2025 3:26 પી એમ(PM)

views 21

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ખેલમહાકુંભનાં ભાગ રૂપે ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા લેવલની વોલીબોલ, દોરડા ખેંચ,કબડ્ડી, ખોખો,એથ્લેટીક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા બનનાર...

જાન્યુઆરી 2, 2025 3:24 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો. અમારા દિવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, નાગવા સમાજ દ્વારા દર વર્ષે ધજા આરોહણની સાથે- સાથે ભજન કીર્તન તથા મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.