જાન્યુઆરી 4, 2025 2:19 પી એમ(PM)

views 8

ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું

ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેક વિસ્તારમાં દ્રશ્યતા એટલે કે, વિઝિબલિટી શૂન્ય સુધી પહોંચતા હવાઈ અને રેલવે વ્યવહારને અસર થઈ છે. ઇન્દિરા ગાંધી આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પર ઓછી દ્રશ્યતાના કારણે અનેક ફ્લાઈટ મોડી હોવાના...

જાન્યુઆરી 4, 2025 2:17 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો

કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ડ્રાફ્ટ નિયમો પરામર્શ માટે ખુલ્લા છે અને લોકોના મંતવ્યો માંગ્યા છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ને ઓગસ્ટ 2023માં રાષ્ટ્રપતિની સંમતિ મળી ...

જાન્યુઆરી 4, 2025 2:15 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ આજે અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર ચાદર અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ આજે અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર ચાદર અર્પણ કરશે. બુધવારથી શરૂ થયેલા ખ્વાજા ગરીબ નવાઝનો 813મો ઉર્સ, ચાદર અર્પણ કરવા સહિત દરગાહ પર શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત થઇ છે. શ્રી રિજિજુ દરગાહ પર એક વેબ-પોર્ટ...

જાન્યુઆરી 4, 2025 2:11 પી એમ(PM)

views 137

‘વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ગ્રામીણ ભારતનું નિર્માણ’ના વિષયવસ્તુ સાથે યોજાયેલો ગ્રામીણ ભારત મહોત્સવ નવ જાન્યુઆરી સુધી ચાલશે

ભારત મંડપમ્ ખાતે ‘વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ગ્રામીણ ભારતનું નિર્માણ’ના વિષયવસ્તુ સાથે યોજાયેલો ગ્રામીણ ભારત મહોત્સવ નવ જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવનો ઉદ્દેશ ગ્રામીણ પાયાના માળખાને મજબૂત બનાવવા, આત્મનિર્ભર અર્થવ્યવસ્થાના નિર્માણ અને ગ્રામ્ય સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસં...

જાન્યુઆરી 4, 2025 2:05 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “ગામના લોકોને ગરિમામયી જીવન આપવું એ અમારી સરકારની પ્રાથમિકતા.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગામડાઓને વિકાસ અને તકના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કરીને ગ્રામીણ ભારતને સશક્ત બનાવવાના સરકારના લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ જણાવ્યું કે, વર્ષ 2014થી સરકાર ગામડાઓના લોકોને ગૌરવમયી જીવન આપવાની પ્રાથમિક...

જાન્યુઆરી 4, 2025 2:03 પી એમ(PM)

views 14

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વપરાશ ખર્ચ સર્વેક્ષણ પરના સંશોધન મુજબ છેલ્લા 12 વર્ષમાં શહેરી ગરીબી 13.7 ટકાથી ઘટીને 4.09 ટકા થઈ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું આ સંશોધન દર્શાવે છ...

જાન્યુઆરી 4, 2025 2:01 પી એમ(PM)

views 10

ઓડિશામાં ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં આજે ઓડિશા એફ.સી એફ.સી. ગોઆ સામે રમશે

ઓડિશામાં ભુવનેશ્વરના કલિન્ગા સ્ટૅડિયમમાં રમાયેલી ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં આજે ઓડિશા એફ.સી એફ.સી. ગોઆ સામે રમશે. આ મેચ સાંજે 5 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી મેચમાં જમશેદપુરના જેઆરડી તાતા સ્પૉર્ટસ કૉમ્પ્લૅક્સમાં જમશેદપુર એફ.સી. બેંગ્લોર એફ.સી. સામે રમશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. ...

જાન્યુઆરી 4, 2025 1:58 પી એમ(PM)

views 14

દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું અવસાન

પોખરણ પરમાણુ પરિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું આજે સવારે 88 વર્ષની મુંબઇમાં વયે અવસાન થયું છે. ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનો જન્મ 11 નવેમ્બર 1936ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેઓ ભારતના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા માટે જાણિતા હતા...

જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 25

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુ...

જાન્યુઆરી 4, 2025 8:43 એ એમ (AM)

views 18

પંચમહોત્સવ અંતર્ગત બાળકો માટે નેચર ટ્રેઈલ યોજાઈ

પંચમહાલમાં પંચમહોત્સવના બીજા દિવસે ગઇકાલે હાલોલ પ્રાંત અધિકારી અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકો માટે નેચર ટ્રેઇલ યોજવામાં આવી હતી. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, આ નેચર ટ્રેઇલમાં જેપુરા પ્રાથમિક શાળાના બાળકોને માંડવી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે આવેલા બટર ફ્લાય બગીચાની મુલાકાત કરાવવામાં આવી...