જાન્યુઆરી 5, 2025 7:26 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2035નાં ઓલિમ્પિકની દાવેદારી માટે રાજ્ય સરકારે અત્યારથી તૈયારી શરૂ કરી છે. તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્...

જાન્યુઆરી 5, 2025 7:23 પી એમ(PM)

views 13

અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી

અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલ પાન મસાલા ઈલાયચીનું ઉત્પાદન કરતાં બે જૂથ તેમ જ સરખેજ-અસલાલીમાં દસ સ્થળોએ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે.પ્રાથમિક તપાસમાં અંદાજે પાંચ કરોડની કરચોરી બહા...

જાન્યુઆરી 5, 2025 7:22 પી એમ(PM)

views 11

રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા તળાવોને આકર્ષક બનાવી લુણાવાડા શહેરીજનો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી શહેરીજનો માટે પિકનિક પોઇન્ટ બનશે.

જાન્યુઆરી 5, 2025 7:21 પી એમ(PM)

views 78

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે. પીએમ શ્રી યોજના હેઠળ આકાંક્ષી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અધ્યતન શિક્ષણ મળશે. આ યોજના હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ...

જાન્યુઆરી 5, 2025 7:20 પી એમ(PM)

views 11

જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાની 39 મી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી

જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાની 39 મી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં એક હજાર 193 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાતી હોય છે. જેમાં જુનિયર ભાઈઓ, અને જુનિયર બહેનો તેમજ સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનોની હોય છે. ભાઈઓ માટે પાંચ હજાર પગથિયાં એટલે અંબાજી મંદિર સુધી અને બહેનો મા...

જાન્યુઆરી 5, 2025 7:19 પી એમ(PM)

views 15

આજે પોરબંદરનાં તટરક્ષક વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા

આજે પોરબંદરનાં તટરક્ષક વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા છે. ભારતીય તટરક્ષકનાં ગાંધીનગર સ્થિત પ્રાદેશિક વડામથકે એક યાદીમાં જણાવ્યું છે કે, આજે બપોરે પોરબંદર વિમાનમથકનાં એર એન્કલેવ પર પર એક હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલટ અને ચાલકદળનાં એક જવાન શહીદ થયા છે. ન...

જાન્યુઆરી 5, 2025 7:18 પી એમ(PM)

views 12

મહેસાણા જિલ્લાના ખેરવામાં ગણપત યુનિવર્સિટી ખાતે 38માં વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલનો શુભારંભ થયો

મહેસાણા જિલ્લાના ખેરવામાં ગણપત યુનિવર્સિટી ખાતે 38માં વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલનો શુભારંભ થયો. યુથ ફેસ્ટિવલમાં 3 રાજ્યોની 44 યુનિવર્સિટીના 2200 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.

જાન્યુઆરી 5, 2025 7:17 પી એમ(PM)

views 12

સુરતમાં આજે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરતમાં આજે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડના આયોજનનો હેતુ દીકરીઓના કલ્યાણ અને શિક્ષણ માટે સમાજને જાગૃત કરવાનો હતો. ચાર અલગ અલગ શ્રેણીમાં આયોજિત દોડની શરૂઆત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી થઈ હતી. આ દોડમાં 250 બાળકીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને અલગ અલગ કેટેગરીમા...

જાન્યુઆરી 5, 2025 7:15 પી એમ(PM)

views 11

રાજ્ય સરકાર દરેક સમાજને સાથે રાખીને તેમને સમાન અવસરો પૂરા પાડીને રાજ્યની સર્વાંગી વિકાસયાત્રાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દરેક સમાજને સાથે રાખીને તેમને સમાન અવસરો પૂરા પાડીને રાજ્યની સર્વાંગી વિકાસયાત્રાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2047માં વિકસિત ભારતનાં નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું છે. કલોલ નજીક, જમિયતપુરા ગામ પાસે 300 કરોડ...

જાન્યુઆરી 5, 2025 7:13 પી એમ(PM)

views 10

પાટણ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળનો ઈનામ વિતરણ સમારોહ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અને પદ્મશ્રી ડૉ. કરશન પટેલની અધ્યક્ષતામાં યોજાયો

પાટણ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળનો ઈનામ વિતરણ સમારોહ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અને પદ્મશ્રી ડૉ. કરશન પટેલની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,...