જાન્યુઆરી 9, 2025 9:42 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે.તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈ.સી.એ અને સંશોધન સંકૂલના સુવર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં જોડાશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે.

જાન્યુઆરી 9, 2025 9:41 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી ગઈકાલે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું...

જાન્યુઆરી 9, 2025 9:40 એ એમ (AM)

views 8

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો રજૂ કર્યા

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો રજૂ કર્યા. આકાશવાણીની ખાસ સંગીત રચના અને ગીતાત્મક પ્રસ્તુતિ મહાકુંભના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને દર્શાવે છે. આ ગીત રતન પ્રસન્નાએ ગાયું છે અને સંગીત સંતોષ નાહર અને રતન પ્રસન્ન...

જાન્યુઆરી 9, 2025 9:37 એ એમ (AM)

views 9

રાજ્યનાં અનેક શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો

ઉત્તર ભારતમાં બરફવર્ષા અને ઠંડા પવનોની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. રાજ્યનાં અનેક શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડા પવનો થી વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો...

જાન્યુઆરી 9, 2025 9:29 એ એમ (AM)

views 8

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ભરૂચ જિલ્લાનાં નેત્રંગના વિદ્યાર્થીને વારલી પેઇન્ટિંગ આર્ટમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેમાં નેત્રંગ તાલુકા મથકે ચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિશ રાજુદાશે વારલી આર્ટને નવાં અવતારમાં રજૂ કરીને વર્લ્ડ બુક રેકોર્ડમાં પોતાનું નામ રેકોર્ડમાં સ્થાન મેળવ્...

જાન્યુઆરી 9, 2025 9:33 એ એમ (AM)

views 10

નેશનલ કો.ઓપ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હી તથા નાબાર્ડનાં સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી છે

નેશનલ કો.ઓપ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હી તથા નાબાર્ડનાં સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી છે. ખેડૂતોની આ સંસ્થાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ઇફ્ક...

જાન્યુઆરી 9, 2025 9:15 એ એમ (AM)

views 15

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ ખાતે આ પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં 4 ગ્રાઉન્ડ ફક્ત મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 10 હજાર ઉમેદવારનો શારીરિક કસોટી માટે બોલવવા...

જાન્યુઆરી 9, 2025 9:30 એ એમ (AM)

views 15

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાળીથી કોડિદ્રા ગામને જોડતો ૭૩૦ મીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી રસ્તાના બંને બાજુના હદ નિશાન નાંખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેવી જ રીતે જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ગે...

જાન્યુઆરી 9, 2025 9:09 એ એમ (AM)

views 11

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 10 જાન્યુઆરીએ સાબરમતીથી રાત્રે 10-55 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે નવ કલાકે લખનઉ પહોંચશે. અન્ય ટ્રેન ભાવનગરથી 11 જાન્યુઆરીએ રાત્રે 9-45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ચાર વ...

જાન્યુઆરી 9, 2025 9:07 એ એમ (AM)

views 9

વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે

વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં સમિતિએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અભેસિંગ તડવીના અધ્યક્ષ પદે આ સમિતિએ કરજણ ડેમ, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.