જાન્યુઆરી 15, 2025 6:08 પી એમ(PM)

views 19

આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, DPIIT દ્વારા દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા અપાઈ

આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવશે. દેશમાં છેવાડાનાં લોકો સુધી ઉદ્યોગ સાહસીકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય તે હેતુથી દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરી ...

જાન્યુઆરી 15, 2025 5:57 પી એમ(PM)

views 49

ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંવાદમાં રાજ્યપાલે ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ આપ્યો હતો. રાજ્યપાલે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત...

જાન્યુઆરી 15, 2025 5:52 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમિત શાહ મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં છ જ...

જાન્યુઆરી 15, 2025 3:31 પી એમ(PM)

views 19

ઉત્તરાયણનાં દિવસે સમગ્ર રાજ્યમાં વાહન અકસ્માતના 1,020 કેસ સહિત 4,948 જેટલા કેસ નોંધાયા

ઉત્તરાયણનાં દિવસે ગઈકાલે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત મહાનગર સહિત સમગ્ર રાજ્યમાં 4,948 જેટલા કેસ ઓપરેટ કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધુ ટ્રોમાનાં 1,136 અને વાહન અકસ્માતના 1,020 કેસ હતા. રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી સર્વિસમાં 296 જેટલા ઇમર્જન્સી કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 37 ટ...

જાન્યુઆરી 15, 2025 3:26 પી એમ(PM)

views 8

પંચમહાલ: મધમાખી પાલકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. બાગાયત ખાતાની "આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની કોલોની પુરી પાડવાની (આદિજાતી લાભાર્થી માટેની)” નવીન યોજના અમલી બનાવવામાં આવી છે. વિનામૂલ્યે મધમાખીની હાઈવ્સ તથા મધપેટીનો લાભ મેળવવા માટે 23મી જ...

જાન્યુઆરી 15, 2025 3:21 પી એમ(PM)

views 22

જૂનાગઢ: મરમઠ ગામે પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, જમીનને બિનઉપજાઉ થતી અને લોકોને વિવિધ જીવલેણ રોગથી...

જાન્યુઆરી 15, 2025 3:17 પી એમ(PM)

views 19

રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના હસ્તે નોંધણવદર, હણોલ ગામે અનેક યોજનાઓનું લોકાર્પણ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પાલીતાણાના નોંધણવદર અને હણોલ ગામમાં મકરસંક્રાતિના પર્વના દિવસે અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું. મનસુખ માંડવીયાએ પાલીતાણાની નોંધણવદર શાળા ખાતે વર્ષ 2018-19 માં વર્ષમાં સંસદ ગ્રાન્ટમાંથી ફાળવેલા 34 લાખ રૂપિયામાંથી તૈયાર થયેલા આઠ ર...

જાન્યુઆરી 15, 2025 3:13 પી એમ(PM)

views 24

અમદાવાદ: ઉત્તરાયણના દિવસે કોર્પોરેશનને ફ્લાવર શોથી 86 લાખની આવક

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવર શોમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની રજાના દિવસે 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સવારે 9થી રાત્રે 11 વાગ્યા સુધીમાં 1 લાખ 1 હજાર લોકોએ મુલાકાત લેતા કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખ રૂપિયાની આવક થઈ છે. આજે પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઉમટી પડે તેવ...

જાન્યુઆરી 15, 2025 2:58 પી એમ(PM)

views 20

ઉત્તરાયણમાં 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી

ઉત્તરાયણ પર્વ દરમિયાન અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડોકટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી કોઈ દર્દી સારવાર માટે આવે તો ઝડપથી સારવાર આપી શકાય. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વ દરમિયાન 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 33 ...

જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM)

views 23

કરૂણા અભિયાન: મહીસાગરમાં 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થનાર પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવાર માટેની કામગીરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટિટોડી પક્ષીની પશુ ચિકિત્સક દ્...