નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM)

views 14

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીએ વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે મુલાકાત કરી

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ આજે ભારતની મુલાકાત પૂર્ણ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન મંત્રી અઝીઝીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો, જોડાણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી. અફઘાન...

નવેમ્બર 25, 2025 8:05 પી એમ(PM)

views 20

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટે 27 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે હજુ 522 રનની જરૂર છે. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 260 રન બનાવીને તેનો બીજો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્...

નવેમ્બર 25, 2025 7:59 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને SIR ની કામગીરી ચોક્સાઈપૂર્વક કરાવવા આદેશ આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા - SIR પ્રક્રિયાની કામગીરીમાં મંત્રીઓને પોતાના તથા સોંપાયેલા પ્રભારી જિલ્લાઓમાં ચોકસાઈપૂર્વક કામ કરાવવા આદેશ આપ્યા છે. મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે આપેલા આદેશ અંગે પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, સ્થાનિક વહીવટી ત...

નવેમ્બર 25, 2025 7:57 પી એમ(PM)

views 19

રાજ્યના વિવિધ વિભાગમાં ખાલી રહેલી જગ્યાઓ પર ઝડપથી ભરતી કરવા મુખ્યમંત્રીની સૂચના

આ સિવાય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિભાગ અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે તાત્કાલિક સમીક્ષા કરવા, તેમજ ભરતી કૅલેન્ડર પ્રમાણે સત્વરે ખાલી જગ્યાઓ ભરવા સૂચના આપી છે. ઉપરાંત સરકારી કા...

નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM)

views 32

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે. સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રીત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુસર યોજાનારી શિબિરમાં વિવિધ ચર્ચાસત્ર યોજાશે. શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો સહિત 241 જેટ...

નવેમ્બર 25, 2025 7:52 પી એમ(PM)

views 15

સુરેન્દ્રનગરમાં બે કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થનું વાવેતર પકડાયું

સુરેન્દ્રનગરમાં વિશેષ સંચાલન સમૂહ – SOG પોલીસે બે કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ કબજે કર્યો છે. સાયલા તાલુકાના ખિટલા ગામમાં SOG-એ દરોડા પાડતા 559 કિલોથી વધુના કેફી પદાર્થનું વાવેતર પકડાયું. તેની અંદાજિત કિંમત બે કરોડ 79 લાખ 85 હજાર રૂપિયા થતી હોવાનું જણાયું છે.

નવેમ્બર 25, 2025 7:39 પી એમ(PM)

views 13

બનાસકાંઠામાં DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમે ખિતાબ જીત્યો

ગુજરાત પોલીસ વિભાગની DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમ વિજેતા બની છે. હવે આ ટીમ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધા માટે પસંદ થયેલાં 12-માંથી આઠ ખેલાડી છોટાઉદેપુરનાં છે. તાજેતરમાં બનાસકાંઠામાં યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવનારી ટીમનું છોટાઉદેપુ...

નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 25, 2025 2:35 પી એમ(PM)

views 14

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો.

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો. જબુગામ ખાતે શ્રી સી. એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયના મેદાન પર યોજાયેલા આ મહોત્સવમાં લીંબુ ચમચી, વૉલિબૉલ, રસ્સા ખેંચ, ફૂટબૉલ, વૉલીબૉલ જેવી સ્પર્ધા રમવામાં આવી. આ અંગે સાંસદ જસુ રાઠવાએ વધુ માહિતી આપી.

નવેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

views 20

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી અને રાહત સહાય, ખાતરની અછત, રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય તથા એકતા યાત્રાના કાર્યક્રમ અંગે સમી...