જાન્યુઆરી 18, 2025 8:56 એ એમ (AM)

views 28

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ન્યાયાધીશ નાસિર જાવેદ રાણા દ્વારા અદિયાલા જેલ ખાતેના એક કામચલાઉ કોર્ટરૂમમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યાં કડક સ...

જાન્યુઆરી 18, 2025 8:55 એ એમ (AM)

views 16

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે.

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે અને સરકારને તેનો સ્વીકાર કરવાની ભલામણ કરી છે. આ કરાર ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું હશે. કતાર, અમેરિકા અને ઇજિપ્ત દ્વારા પ્રસ્તાવિત આ કરાર, ચાલી રહેલી હિંસાનો અંત લાવશે. ઇઝરાયલના પ્...

જાન્યુઆરી 18, 2025 8:54 એ એમ (AM)

views 24

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા.

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ માઓવાદીઓમાં 5 મહિલા માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર ગુરુવારે બીજાપુર જિલ્લાના પામેડ અને બાસાગુડા વિસ્તારોમાં થયું હતું.આ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે દિવસભર ગોળીબાર ચાલ્યો હતો. સેન્ટ્રલ ...

જાન્યુઆરી 18, 2025 8:52 એ એમ (AM)

views 12

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. લાખો લોકોના આ મેળાવડાએ પ્રયાગરાજની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર અને વ્યવસાયને પણ વેગ આપ્યો છે. દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં...

જાન્યુઆરી 18, 2025 8:50 એ એમ (AM)

views 21

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે. શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ, હિંમત...

જાન્યુઆરી 18, 2025 8:47 એ એમ (AM)

views 14

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે.

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે. સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પહેલો તબક્કો ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો ૧૦ માર્ચથી ૪ એપ્રિ...

જાન્યુઆરી 18, 2025 8:44 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. દેશના ગામડાઓના સશક્તિકરણ અને સુશાસનની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 50 હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.અમા...

જાન્યુઆરી 18, 2025 8:25 એ એમ (AM)

views 18

વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વલસાડ એસ.ટી.વિભાગના ૬ ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ૫૦૦ કરતાં વધુ કર્મચારીઓ ઓન લાઈન જોડાયા હતા.પોતાની નોકરી દરમિયાન એક પણ અકસ્માત ન કરનાર ડ્રાઇવરો અને...

જાન્યુઆરી 18, 2025 8:23 એ એમ (AM)

views 14

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે. જેમાં 6 હજાર 648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરેન્દ્રનગરના અમારાં પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, આ પરીક્ષાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધાંગધ્રાની પીએમ શ્રી જવા...

જાન્યુઆરી 18, 2025 8:21 એ એમ (AM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી. ગેઈલના ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અને ત્યારબાદ આગની ઘટનાઓ પર કેવી રીતે કાબુ મેળવવો તેની તાલીમ આપવા માટે ઑફ-સાઇટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી.