નવેમ્બર 27, 2025 7:15 પી એમ(PM)

views 13

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં રમાયેલી ખેલો ઇન્ડિયાની તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં આ વિદ્યાર્થિનીએ જયપુરમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ-વિદ્યાલયના કુલપતિ, કુલસચિવ અને શારીરિક શિક્ષણ ...

નવેમ્બર 27, 2025 3:50 પી એમ(PM)

views 11

વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો.

વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને 241 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ આજે સવારે અમદાવાદ રેલવેમથકથી વંદે ભાર...

નવેમ્બર 27, 2025 3:48 પી એમ(PM)

views 23

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની છે. B. M. કૉમર્સ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી સ્પર્ધામાં આ વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક મેળવતા તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

નવેમ્બર 27, 2025 3:45 પી એમ(PM)

views 18

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે. વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણિતા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મેળા પરિસર, પ્રવેશદ્વાર, મુખ્યમંદિરોને આવરી લેતા અત્યાધુનિક CCTV કૅમેરાનું નૅટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 27, 2025 3:26 પી એમ(PM)

views 18

ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLO ઉમેશ દેસાઈ, યોગિતા ગાંગુર્ડે, રઘુભાઈ સૂર્યવંશીને પ્રશસ્તિપત્ર એન...

નવેમ્બર 27, 2025 2:24 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વને માર્ગદર્શન આપવામાં વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું છે. નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025માં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સશસ્ત્ર દળોએ દરેક સુરક્ષા પડકાર દરમિયાન નોંધપાત્ર અનુકૂલનક્ષમતા અને સ...

નવેમ્બર 27, 2025 2:23 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરના વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, શ્રી મોદીએ ભાર મૂક્યો કે સરકારે ભારતના અવકાશ ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સુધારાઓ હાથ ધર્યા છે. તેમણે કહ્યું ...

નવેમ્બર 27, 2025 2:25 પી એમ(PM)

views 13

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં ગુણવત્તા વાળા રસ્તા બનાવવાની તાકીદ કરાઇ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગઇકાલે મોડી સાંજે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ના અધિકાર...

નવેમ્બર 27, 2025 2:12 પી એમ(PM)

views 32

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું ૨૦૨૫-૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF એ એક અનુમાનમાં જણાવ્યું કે, વર્ષ 2025-26માં ભારતનું અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. વસ્તુ અને સેવા કર સુધારાઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની પ્રતિકૂળ અસરથી દેશને બચાવવામાં મદદ કરશે તેમ અહેવાલમાં જણાવાયું છે. ભારતનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્...