નવેમ્બર 28, 2025 2:32 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં દેશભરના ઉચ્ચના પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે રાયપુરમાં દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલન આજથી 30 નવેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ સમેલનમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 600 અધિકારીઓ ભાગ લેશે.

નવેમ્બર 28, 2025 2:30 પી એમ(PM)

views 14

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, આજે ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે, અને હિન્દ-પ્રશાંત અને ગ્લોબલ સાઉથના દેશો ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે. ચાણક્ય સંરક્ષણ સંવાદ (સીડીડી) 2025ને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે બદલાતા વૈશ્વિક વાતાવરણમાં, ભારતનું સ્થાન પણ બદલાઈ રહ્યું ...

નવેમ્બર 28, 2025 2:29 પી એમ(PM)

views 11

ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આજે સમાપન સમારોહ

56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં એક ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. મહાન અભિનેતા ધર્મેન્દ્રને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 20 નવેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવમાં 81 દેશોની 240થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી.

નવેમ્બર 28, 2025 2:54 પી એમ(PM)

views 8

ચિંતન શિબિરના બીજા દિવસે આજે ગુજરાતને વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની મળવાની ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી.

વલસાડમાં રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરના બીજા દિવસે આજે ગુજરાતને વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની મળવાની ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધતા કહ્યું, ગુજરાતને આ તક મળી તે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે રમતગમત વિભાગના સામૂહિક કાર્ય, પ્રૅઝ...

નવેમ્બર 28, 2025 8:04 એ એમ (AM)

views 19

અમદાવાદમાં ચાલી રહેલી AFC અંડર-17માં ભારત આજે લેબનોન સામે ટકરાશે

ફૂટબોલમાં, ભારત આજે ગુજરાતના અમદાવાદમાં EKA એરેના ખાતે AFC અંડર-17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વોલિફાયર ગ્રુપ D માં લેબનોન સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગ્રુપ D પોઈન્ટ ટેબલમાં, ભારત હાલમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

નવેમ્બર 28, 2025 8:03 એ એમ (AM)

views 55

હોંગકોંગના તાઈપો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 94 થયો

હોંગકોંગના તાઈપો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 94 થયો છે. 280 થી વધુ લોકો લાપતા છે. અધિકારીઓનું કહેવું છે કે આ સંખ્યા વધુ વધી શકે છે કારણ કે હજુ પણ ઘણા લોકો ઇમારતોમાં ફસાયેલા છે. કુલ 76 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે અ...

નવેમ્બર 28, 2025 8:03 એ એમ (AM)

views 20

ચક્રવાતી તોફાન દિટવાહ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર કિનારા તરફ આગળ વધ્યું

શ્રીલંકા અને તેની બાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન દિટવાહ ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે શ્રીલંકાના દરિયાકાંઠા અને તેની બાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઉત્તર તમિલનાડુ અને તેની બાજુમાં આ...

નવેમ્બર 28, 2025 8:02 એ એમ (AM)

views 37

યુ.જી.સી. એ સમયસર પરીક્ષાઓ યોજવા અને ડિગ્રી પ્રમાણપત્રો આપવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને નિર્દેશ આપ્યો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સમયસર પરીક્ષાઓ અને અંતિમ ડિગ્રી અને પ્રમાણપત્રો ઝડપથી જારી કરવા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કમિશને જણાવ્યું હતું કે આ વિલંબ વિદ્યાર્થીઓ માટે અનેક મળતી રોજગારની વિવિધ તકને રોકે છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર સમયસર પરીક્ષા...

નવેમ્બર 28, 2025 6:47 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લખનૌની મુલાકાત લેશે જ્યાં તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લખનૌની મુલાકાત લેશે જ્યાં તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ 2025-26 માટે બ્રહ્મા કુમારીઓની વાર્ષિક થીમ, 'વિશ્વ એકતા અને ટ્રસ્ટ માટે ધ્યાન' ના લોન્ચ સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના ડાયમંડ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં ભા...

નવેમ્બર 28, 2025 7:58 એ એમ (AM)

views 23

રાયપુરમાં પોલીસ મહાનિર્દેશક પરિષદના 60મા સંસ્કરણની પરિષદનો આજથી આરંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે જશે.પ્રધાનમંત્રી પોલીસ મહાનિર્દેશક-નિરીક્ષક જનરલના અખિલ ભારતીય પરિષદના 60મા સંસ્કરણમાં ભાગ લેશે. આજથી રાયપુરમાં શરૂ થનારા આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય અત્યાર સુધીના મુખ્ય પોલીસ પડકારોને પહોંચી વળવામાં પ્રાપ્ત થયેલી પ્રગતિની સમીક્ષા...