એપ્રિલ 11, 2025 3:25 પી એમ(PM)

printer

2024ના અંતિમ છ મહિનામાં ભારતમાં મોબાઇલ ફોન દ્વારા ચૂકવણી 30 ટકા વધી

વર્ષ 2024ના અંતિમ છ મહિનામાં ભારતમાં મોબાઇલ ફોન દ્વારા ચૂકવણી 41 ટકા વધીને 88.54 અબજ થઇ છે, જ્યારે મૂલ્યના સંદર્ભમાં 30 ટકા વધીને 197 અબજ 69 લાખ કરોડ રૂપિયા થઈ છે.
ડિજિટલ ચૂકવણી માળખામાં મજબૂત વૃધ્ધિને કારણે આ વધારો થયો છે. વપરાશકારો દ્વારા મોબાઇલ પરથી યુપીઆઇ ક્યુઆર કોડ પરથી 63.34 કરોડ ચૂકવણી થઈ અને પીઓએસ ટર્મિનલ પરથી થયેલી ચૂકવણી 23 ટકા વધીને એક રકોડ થઈ હતી.
વ્યક્તિ-થી-વ્યક્તિ અને વ્યક્તિ-થી વેપારી એમ બંને કેટેગરીમાં યુપીઆઇ વ્યવહારોમાં તીવ્ર વધારો થયો હતો.
કાર્ડ દ્વારા ચૂકવણી 11 ટકા વધીને 4.1 અબજ થઈ હતી. ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીમાં 36 ટકા વધારો થયો હતો. જો કે ડેબિટ કાર્ડ દ્વારા થયા વ્યવહારોમાં 29 ટકા ઘટાડો થયો હતો.