જાન્યુઆરી 2, 2026 3:48 પી એમ(PM)

printer

2010 બાદ પશ્ચિમ બંગાળ સરકારે જાહેર કરેલા OBC પ્રમાણપત્રો SIRના માન્ય સહાયક ઓળખ દસ્તાવેજો તરીકે ગણાશે નહીં – ચૂંટણી પંચનો નિર્દેશ

ચૂંટણી પંચે એક નિર્દેશ જારી કર્યો છે જેમાં જણાવાયું છે કે, 2010 પછી પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય પછાત વર્ગ-OBC પ્રમાણપત્રોને SIR ના સંબંધમાં મુસદ્દા મતદાર યાદીના દાવાઓ અને વાંધાઓ પર સુનાવણી દરમિયાન માન્ય સહાયક ઓળખ દસ્તાવેજો તરીકે ગણવામાં આવશે નહીં.
આ પગલું 24 ડિસેમ્બર, 2025 ના રોજ કોલકાતા વડી અદાલતના આદેશને પગલે લેવામાં આવ્યું છે, જેમાં 2010થી 2024 દરમિયાન 113 સમુદાયોને આપવામાં આવેલા OBC પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા હતા.
અદાલતે વર્ગીકરણ પ્રક્રિયામાં અનિયમિતતાઓ શોધી ચુકાદો આપ્યો હતો કે પ્રમાણપત્રોમાં કાનૂની માન્યતાનો અભાવ છે. અદાલતના નિર્ણય બાદ, પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચનાઓ આપી, જેમાં ભાર મૂક્યો કે આવા પ્રમાણપત્રોનો ઉપયોગ મતદાર યાદીઓના ચાલી રહેલા વિશેષ સઘન સુધારણા-SIRમાં કરી શકાતો નથી.