ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM)

printer

2001માં થયેલા સંસદ ઉપરના હુમલાને નિષ્ફળ બનાવવામાં બલિદાન આપનારા વીર શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી અર્પી.

દેશ આજે, સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજના દિવસે, ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ, સુરક્ષા કર્મચારીઓએ સંસદનું રક્ષણ કરતી વખતે બલિદાન આપ્યું હતું.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક કેન્દ્રિય મંત્રીઓએ સંસદ ભવનમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને અન્ય સાંસદોએ પણ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદ હુમલામાં શહીદ થયેલા બહાદુર સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિએ આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો સામે લડવા માટે ભારતના સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્ર 2001 માં સંસદ પર થયેલા ઘૃણાસ્પદ હુમલામાં પોતાના જીવનું બલિદાન આપનારા તમામ બહાદુર સૈનિકોને યાદ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે ગંભીર જોખમનો સામનો કરતી વખતે તેમની હિંમત, સતર્કતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રશંસનીય છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને 2001 માં આજના દિવસે થયેલા આતંકવાદી હુમલા દરમિયાન સંસદનું રક્ષણ કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદ ભવન પર થયેલા કાયર આતંકવાદી હુમલા દરમિયાન બહાદુર સુરક્ષા કર્મચારીઓ કેવી રીતે અતૂટ ઢાલ તરીકે ઉભા રહ્યા તેની પર પ્રકાશ પાડ્યો.
માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને એમ પણ કહ્યું કે ફરજ બજાવતા સૈનિકોના સર્વોચ્ચ બલિદાનથી દેશના લોકશાહીની પવિત્રતાનું રક્ષણ થયું છે અને રાષ્ટ્રની સાર્વભૌમત્વને જાળવી રાખવામાં આવ્યું છે.