વીસમી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો જાપાનના ટોક્યોમાં આજથી આરંભ થશે. આ ચેમ્પિયનશિપ 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા આ સ્પર્ધામાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
19 સભ્યોની ભારતીય ટીમ 15 ઇવેન્ટમાં ભાગ લેશે. દોડવીર ગુલવીર સિંહ અને એશિયન ચેમ્પિયનશિપ રજત ચંદ્રક વિજેતા પૂજા બે-બે ઇવેન્ટમાં ભાગ લેશે. ભારત આજે પુરુષો અને મહિલાઓની 35 કિલોમીટર વોક ઇવેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. રામ બાબુ, સંદીપ કુમાર અને પ્રિયંકા ગોસ્વામી આ ઇવેન્ટમાં ભાગ લેશે. પૂજા પંદરસો મીટર દોડમાં રમશે. પુરુષોની ભાલા ફેંકમાં, નીરજ ચોપરા ઉપરાંત સચિન યાદવ, યશવીર સિંહ અને રોહિત યાદવ પણ ભાગ લેશે. પહેલી વાર ભારત વિશ્વ ચેમ્પિયનશિપમાં એક જ ઇવેન્ટમાં ચાર ખેલાડીઓને મેદાનમાં ઉતારશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:05 એ એમ (AM)
20મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો જાપાનના ટોક્યોમાં આજથી આરંભ