2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાની ચર્ચા કરવામાં આવી. કલેક્ટર અનિલકુમારએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર, પરિક્રમા દરમિયાન વીજ પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મુકાશે. આ સાથે પાણીના 29 પોઇન્ટ પણ ઊભા કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 9:57 એ એમ (AM)
2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ