ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 5, 2025 2:09 પી એમ(PM)

printer

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી કચ્છની મહિલાઓએ ભેટમાં આપેલો સિંદૂરનો છોડ પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને રોપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો હતો.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવનારા કચ્છની બહાદુર માતાઓ અને બહેનો દ્વારા ભેટમાં આપવામાં આવેલા છોડ વાવ્યો હતો. તાજેતરની ગુજરાત મુલાકાતને યાદ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, સિંદૂર પ્લાન્ટની ભેટ દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે.