ચેસમાં, ભારતનાં 19 વર્ષનાં દિવ્યા દેશમુખ મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં પહોચનારા પહેલા ભારતીય બન્યા છે. જ્યોર્જિયાના બાટુમીમાં ગઈકાલે સેમિફાઇનલની બીજી રમતમાં તેમણે ચીનના તાન ઝોંગીને હરાવ્યા.ભારતીય ચેસ સ્ટારે મંગળવારે પહેલી ગેમ ડ્રો કર્યા બાદ સેમિફાઇનલમાં પોતાના પ્રતિસ્પર્ધીને હરાવીને 1.5 અને 0.5થી જીત મેળવી હતી. જીત સાથે, દેશમુખે વર્ષ 2026માં યોજાનારી કેન્ડીડેટ્સ ટૂર્નામેન્ટમાં પણ સ્થાન મેળવ્યું અને તેમનો પહેલો ગ્રાન્ડ માસ્ટર નોર્મ પણ મેળવ્યો. દિવ્યા દેશમુખ હવે ટોચનાં ક્રમાંકિત ચીનનાં લેઈ ટિંગજી અને ભારતના પહેલા ક્ર્માંકના કોનેરુ હમ્પી વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલના વિજેતા સામે રમશે.
Site Admin | જુલાઇ 24, 2025 9:25 એ એમ (AM)
19 વર્ષનાં દિવ્યા દેશમુખ મહિલા ચેસ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચનારાં પ્રથમ ભારતીય બન્યા
