ઓગસ્ટ 13, 2025 9:27 એ એમ (AM)

printer

19 ઓગસ્ટથી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થશે

19 ઓગસ્ટથી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થશે. 64મા સંસ્કરણમાં 106 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી-એનસીઆર અને બેંગલુરુમાં યોજાશે. દિલ્હી-એનસીઆરમાં અંડર-17 મહિલા મેચ સાથે શરૂ થશે. 2 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં અંડર-15 છોકરાઓની મેચ યોજાશે, જ્યારે ટુર્નામેન્ટનો અંતિમ તબક્કો 16 સપ્ટેમ્બરથી દિલ્હી-એનસીઆરમાં અંડર-17 છોકરાઓ માટે રમાશે. ત્રણેય કેટેગરીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની કુલ 106 ટીમો તેમજ ચાર વિદેશી ટીમો સ્પર્ધામાં ભાગ લેશે. ત્રણેય કેટેગરીમાં કુલ 200થી વધુ મેચો રમાશે.