ઓગસ્ટ 7, 2025 9:59 એ એમ (AM)

printer

18 સભ્યોની ભારતીય ટીમ 17 ઓગસ્ટ સુધી ચીનના ચેંગડુમાં યોજાનારી વર્લ્ડ ગેમ્સ 2025માં ભાગ લેવા માટે તૈયાર

18 સભ્યોની ભારતીય ટીમ 17 ઓગસ્ટ સુધી ચીનના ચેંગડુમાં યોજાનારી વર્લ્ડ ગેમ્સ 2025માં ભાગ લેવા માટે તૈયાર છે. 1981થી દર ચાર વર્ષે યોજાતી વર્લ્ડ ગેમ્સમાં ઓલિમ્પિક કાર્યક્રમમાં સમાવિષ્ટ ન હોય તેવી રમતોનો સમાવેશ થાય છે. આ વર્ષની આવૃત્તિમાં 34 રમતો અને 60 શાખાઓમાં 253 મેડલ ઇવેન્ટ્સ હશે.1981માં શરૂઆતની આવૃત્તિથી ભારત વર્લ્ડ ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ પાંચ મેડલ જીત્યા છે જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. દેશનો એકમાત્ર ગોલ્ડ મેડલ 2013માં આવ્યો હતો, જ્યારે આદિત્ય મહેતાએ બિલિયર્ડ્સમાં વિજય મેળવ્યો હતો.આ વખતે ભારત તીરંદાજી, બિલિયર્ડ્સ, રોલર સ્કેટિંગ, વુશુ અને રેકેટબોલ મળીને પાંચ સ્પર્ધાઓમાં વિજયના વિશ્વાસ સાથે ભાગ લેશે.