ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 12, 2025 7:27 પી એમ(PM) | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

printer

16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયુ : બે જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેપ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રચાર પૂર્ણ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કેટલાંક જિલ્લામાં બળવાખોરો સામે પગલાં પણલેવાયા છે.જામનગર  નગરપાલિકા ચૂંટણી પૂર્વે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામે ઉમેદવારી કરનારા સાત સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશ મુંગરાએ વધુ માહિતી આપી : (BYTE – Ramesh Mungra) મહીસાગર નગરપાલિકાની ચૂંટણીમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખે બળવાખોરો સામે કાર્યવાહી કરીને સંતરામપુરના 13, બાલાસિનોર અને લુણાવાડાના ચાર-ચાર સભ્યો મળીને કુલ 21 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. તો કોંગ્રેસે છ બળવાખોર કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.