કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ સ્પર્ધામાં હરિયાણાના પલવલના કપિલ બૈંસલાએ 10 મીટર એર પિસ્તોલ મેન્સ જુનિયર ફાઇનલમાં 243.0 ના સ્કોર સાથે ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો. તેમણે રોમાંચક મુકાબલામાં ઉઝબેકિસ્તાનના ઇલ્કોમ્બેક ઓબિડજોનોવને 0.6થી પાછળ છોડી દીધો. ભારતના જોનાથન ગેવિન એન્ટોનીએ 220.7ના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. કપિલ અને જોનાથને વિજય તોમર સાથે મળીને કુલ 1723ના સ્કોર સાથે ટીમ રજત ચંદ્રક જીત્યો.
સિનિયર્સ ઇવેન્ટમાં, ભારતે અનમોલ જૈન, આદિત્ય માલરા અને સૌરભ ચૌધરી સાથે ટીમ રજત ચંદ્રક જીત્યો. આમ ભારતે પ્રથમ દિવસનો અંત એક સુવર્ણ અને બે રજત ચંદ્રક સાથે કર્યો.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:40 પી એમ(PM)
16મી એશિયન શૂટિંગ સ્પર્ધામાં હરિયાણાના કપિલ બૈંસલાએ દેશને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો
