16મા નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આજે કહ્યું, ત્રિપુરાની અર્થવ્યવસ્થાનું યોગ્ય સંચાલન થઈ રહ્યું છે અને રાજ્યની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. અગરતલામાં મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ સાથેની પરામર્શ બેઠક બાદ માધ્યમોને સંબોધતા શ્રી પનગઢિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યના ખર્ચમાં થયેલો ઘટાડો એ સારા સંકેતને દર્શાવે છે.
શ્રી પનગઢિયાએ ઉમેર્યું, ત્રિપુરા 30થી 35 ટકા સુધી ખેતી પર નિર્ભર છે, જે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછું છે. તેમજ રાજ્યમાં શહેરીકરણની ગતિ પણ ઘણી ઝડપી છે. તેમણે કહ્યું, ત્રિપુરામાં વ્યક્તિદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછી હોવા છતાં તે દેશના અન્ય રાજ્યની સાથે બરાબરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચાર દિવસના પ્રવાસે પંચ ગઈકાલે ત્રિપુરા પહોંચ્યું છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:49 પી એમ(PM) | અરવિંદ પનગઢિયા
16મા નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આજે કહ્યું, ત્રિપુરાની અર્થવ્યવસ્થાનું યોગ્ય સંચાલન થઈ રહ્યું છે અને રાજ્યની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે
