ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 3, 2025 8:16 એ એમ (AM)

printer

15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો આજથી ઝારખંડના રાંચીમાં આરંભ

15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો આજથી ઝારખંડના રાંચીમાં આરંભ થશે. આ સ્પર્ધા નવા ડિવિઝન-આધારિત ફોર્મેટમાં રમાશે. આ વર્ષે સિનિયર પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પણ પહેલીવાર આ ફોર્મેટમાં રમાઈ હતી.આ ટુર્નામેન્ટમાં 28 ટીમો ભાગ લઈ રહી છે અને તેમને ત્રણ વિભાગોમાં વહેચવામાં આવી છે. વિભાગ A માં દેશની ટોચની 12 ટીમોનો સમાવેશ થાય છે જેમાં વર્તમાન ચેમ્પિયન ઝારખંડ અને ગયા વર્ષના રનર્સ-અપ મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. ડિવિઝન B અને C ઉભરતી ટીમોને તેમનો ક્રમ વધારવા માટે તેમની શ્રેષ્ઠ રમત બતાવવાની તક આપશે.ટુર્નામેન્ટની સેમિફાઇનલ 12 જુલાઈએ અને ફાઇનલ 14 જુલાઈએ રમાશે.