15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો. સૌપ્રથમ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડૉ. મનમોહન સિંઘ અને ધારાસભ્ય સ્વર્ગીય કરસન સોલંકી, વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વર્ગીય શંભુજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્યો સ્વર્ગીય નેમજી કેનીયા અને સ્વર્ગીય કમલેશ પટેલના અવસાન અંગેના શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયા.સત્ર દરમિયાન વિધાનસભાના મેજ ઉપર અલગ અલગ કાગળ મૂકાશે તેમ જ કામકાજ સમિતિના આઠમા અહેવાલની રજૂઆત કરાશે. સત્રમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બે મહત્વના સરકારી ખરડા રજૂ કરશે, જેમાં ગુજરાત રાજ્ય
ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબત ખરડો અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન સુધારા ખરડાનો સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 2:16 પી એમ(PM)
15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો