15મી ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવશે. આ સુવિધાને કારણે મુસાફરો દેશનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવિરત અને ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે.
આ વાર્ષિક પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને કાર, જીપ અને વાન જેવા બિનવ્યાવસાયિક ખાનગી વાહનો માટે તૈયાર કરવામાં આવ્યો છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે ધોરીમાર્ગ પર મુશ્કેલી વગરની મુસાફરીની દિશામાં આ પરિવર્તનકારી પગલું સાબિત થશે.
તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ પર તેમજ ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ્સ પર આ યોજનાનાં સક્રિયકરણ અને નવીનીકરણ માટે સમર્પિત લિંક પૂરી પાડવામાં આવશે.
Site Admin | જૂન 18, 2025 7:44 પી એમ(PM)
15મી ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાની કિંમતનો વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ કરાશેઃ આ પાસ 200 ટ્રિપ્સ સુધી માન્ય રહેશે.