પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 140 કરોડ ભારતીયોના આશીર્વાદ અને સામૂહિક ભાગીદારીના કારણે, છેલ્લા 11 વર્ષમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીને, NDA સરકારે ગતિ, કદ અને સંવેદનશીલતા સાથે પથપ્રદર્શક ફેરફારો કર્યા છે.
શ્રી મોદીએ ઉમેર્યું કે, આર્થિક વિકાસથી લઈને સામાજિક ઉત્થાન સુધી, લોક-કેન્દ્રિત, સમાવેશી અને સર્વાંગી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. તેમણે જણાવ્યું, દેશ આજે ફક્ત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા જ નથી, પરંતુ આબોહવા કાર્યવાહી અને ડિજિટલ નવીનીકરણ જેવા મુદ્દાઓ પર મુખ્ય વૈશ્વિક અવાજ પણ છે. તેમણે કહ્યું કે ભારત આશા, આત્મવિશ્વાસ અને નવા સંકલ્પ સાથે વિકસિત ભારત બનાવવા પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ લોકોને નમો એપ પર ઉપલબ્ધ વીડિયો, ઇન્ફોગ્રાફિક્સ અને લેખો જેવા વિવિધ આકર્ષક સ્વરૂપો દ્વારા ભારતની વિકાસ યાત્રાનું અન્વેષણ કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
Site Admin | જૂન 9, 2025 2:51 પી એમ(PM)
140 કરોડ ભારતીયોના આશીર્વાદ અને સામૂહિક ભાગીદારીથી છેલ્લાં 11 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તન આવ્યું : પ્રધાનમંત્રી મોદી