ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે.
માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી કુંભ મંગલ ધૂનનું પણ લોન્ચ કરશે. આકાશવાણીની કુંભવાણી ચેનલ પર આજથી 26 ફેબ્રુઆરી સુધી સવારે 5:55 થી સાંજે 10:05 વાગ્યા સુધી મહાકુંભની દરેક પ્રવૃત્તિ પર આધારિત વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ 103.5 MHz ફ્રીક્વન્સી, ન્યૂઝનએર એપ અને વેવ્ઝ OTT પર સાંભળી શકાશે.