13 નવેમ્બરનાં રોજ યોજાનારી વાવ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ગેનીબેન ઠાકોરનાં રાજીનામાથી ખાલી પડેલી આ બેઠક પર કોંગ્રેસ વતી ગુલાબસિંહ રાજપુત અને ભાજપ વતી સ્વરૂપસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે.
દરમિયાન, શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ આપવામાં આવતી અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો, અઠવાડિક રજા બદલીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી દરેક વ્યક્તિને મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે. આ રજા માટે કર્મચારીના પગારમાંથી કોઇ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહિ, તેમ રાજ્યના શ્રમ આયુક્તની અખબારી યાદીમાં જણાવાયું છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 4:27 પી એમ(PM)
13 નવેમ્બરનાં રોજ યોજાનારી વાવ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે
