11 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે. વડનગર ના 11 સ્થળો પર કુલ 11 હજાર લોકો યોગમાં જોડાશે. યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 311 જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાશે જેમાં 10 હજાર જેટલા લોકો ભાગ લેશે.
સ્વથ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત વિષય વસ્તુ સાથે યોજાનાર યોગ દિવસની ઉજવણીનો ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા પણ તેમણે કહ્યું હતું.
આવતીકાલે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પ્રહલાદ નગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લેશે જ્યારે મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લામાં યોગના કાર્યકમમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટમાં યોગ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં યોજાશે. રાજકોટ શહેરમાં વિમલનગર મેઈન રોડ પર પ્રેમમંદિર પાછળ આવેલા મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી યોજાનાર આ કાર્યક્રમમાં શહેરીજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
અરવલ્લી જિલ્લામાં પોલિસ હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે..
પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નાગરિકોને જોડાવવા વહીવટીતંત્રએ અપીલ કરી હતી.
દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ માટે બેન્ડ સાથે શહેરના મુખ્ય માર્ગ પર રેલી યોજવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી., પી.આઈ, સહિત મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
Site Admin | જૂન 20, 2025 3:17 પી એમ(PM)
11 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે.
